દિલ્હીની અદિતી આર્ય બની 'મિસ ઈન્ડિયા ૨૦૧૫'

મુંબઈ: દિલ્હી યુનિવર્સિટીની અદિતી આર્યા આ વર્ષની મિસ ઇન્ડિયા બની છે. મુંબઇ સ્થિત યશરાજ સ્ટુડિયોમાં આયોજિત આ સ્પર્ધામાં પહેલી રનર અપ મુંબઇની આફ્રીન રાચેલ વાઝ અને બીજી રનર અપ લખનૌની વર્તિકા સિંહ રહી હતી. રિસર્ચ એનાલિસ્ટ અને ગુડગાંવની યુનતી અદિતી આર્યાને ૨૦૧૪ની મિસ ઇન્ડિયા કોયલ રાણાએ તાજ પહેરાવ્યો હતો. આ વર્ષના અંત ભાગમાં યોજાનારી મિસ વર્લ્ડ ૨૦૧૫ સ્પર્ધામાં તે ભારતનું નેતૃત્વ કરશે. અદિતીએ જણાવ્યું હતું કે, તે રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવામાં માને છે. પહેલી રનર અપ આફ્રીન મેડિકલ સ્ટુડન્ટ છે અને તેનો ઉછેર ઘણાં વર્ષોથી ન્યૂઝીલેન્ડમાં થયો છે. બીજી રનર અપ વર્તિકા સિંહને નૃત્ય અને રમતગમતની પ્રવૃત્તિમાં ખૂબ રસ છે.શનિવારે આયોજિત આ સ્પર્ધામાં કરીના કપૂર અને શાહીદ કપૂરે પરફોર્મ પણ કર્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં હસી મજાક કોમેડી નાઇટ વિથ કપીલ અને દાદી પણ જોડાયાં હતાં. ફેમિના મિસ ઇન્ડિયાની પ્રતિયોગીતામાં યુવતીઓનો દબદબો રહ્યો હતો. અદિતીને મિસ ઇન્ડિયાનો તાજ મળ્યો હતો. તો બીજી તરફ દિલ્હીની બીજી બે કોલેજની યુવતી દીક્ષા કોશલ અને રુશાલી રોય પણ ટોપ ટેનમાં સ્થાન મળ્યું હતું.
 

You might also like