દિલ્હીથી હવાલા મારફતે બિહારની ચૂંટણી માટે કરોડો રૂપિયા મોકલાય છે

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં હાથ ધરાયેલા એક સ્ટિંગ ઓપરેશનમાં એક હવાલા ડીલર દ્વારા એવો પર્દાફાશ થયો છે કે બિહારની વિધાનસભાની ચૂંટણી માટે કરોડો રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. બિહારમાં આ નાણાં સંસદસભ્યોને વહેંચવામાં આવી રહ્યા છે. આ હવાલા ડીલરે એવો સનસનીખેજ પર્દાફાશ કર્યો છે કે બિહારમાં દેશના તમામ ભાગોમાંથી ચૂંટણી માટે કરોડો રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. 

ઈન્ડિયા ટુડે ટેલિવિઝનના સ્ટિંગ ઓપરેશનમાં દિલ્હીના ચાંદનીચોક અને લાજપતનગર વિસ્તારમાંથી હવાલાના કરોડો રૂપિયા ઉપાડવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ નાણાં પાટનગર નવી દિલ્હીથી બિહારના જુદા જુદા ભાગમાં મોકલવામાં આવી રહ્યા છે અને તેનો ઉપયોગ બિહારમાં ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે.

ઈન્ડિયા ટુડે ટેલિવિઝનના કેમેરા પર એવા અનેક લોકોએ પર્દાફાશ કર્યો છે કે બિહાર ચૂંટણી માટે નાણાં મોકલવામાં આવે છે. દક્ષિણી લાજપતનગરમાં બિઝનેસ કરતા ગુપ્તા નામના એક શખસે એવું જણાવ્યું છે કે કરોડો રૂપિયાની વ્યવસ્થા કરવી એ તેના માટે ડાબા હાથનો ખેલ છે. તેમણે એવું પણ કબૂલ્યું છે કે દિલ્હીથી દેશના કોઈ પણ ભાગમાં નાણાં મોકલી શકાય છે.

You might also like