દિક્ષણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને ૨-૧થી હરાવી સિરીઝ અંકે કરી

ડરબનઃ કપ્તાન એબી ડિવિલિયર્સ ૬૨ અને મોર્નેવાન વિકના ૫૮ રનના શાનદાર અર્ધશતકોને કારણે દક્ષિણ આફ્રિકાએ ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડને ૬૨ રનોથી પરાજિત કરી ત્રણ મેચોની સિરીઝ ૨-૧ થી પોતાના નામે કરી છે. દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતાં સાત વિકેટે ૨૮3 રનનો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની સમગ્ર ટીમ ચાર બોલ બાકી રહેતા ૨૨૧ રનમાં આઉટ થઈ ગઈ હતી. મેન ઓફ ધ મેચ બનેલ ડિવિલિયર્સે ૪૮ બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદ ૬૪ રનની ઈનિંગ રમી હતી.ટીમ તરફથી મોર્ને ૫૮ અને હાશિમ અમલા ૪૪ રન સાથે ઓપનિંગ જોડીએ પહેલી વિકેટમાં ૮૯ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ફરહાન બહારદીન ૪૦ અને ડેવિડ મિલર ૩૬ રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી બેન વ્હીલરે ત્રણ અને ગ્રાન્ટ ઈલિયટે બે વિકેટ ઝડપી છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લોથમ ૫૪, કપ્તાન કેન વિલિયમ્સની ૩૯ અને કેવિન મુનરો ૩૫ને છોડી અન્ય કોઈ ખેલાડી ક્રિજ પર ટકી શકયો નહીં અને પૂરી ટીમ ૨૨૧ રનમાં ખખડી ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ વાઈજે ત્રણ, ઈમરાન તાહિર અને કાગિસો રબાદાએ બે બે વિકેટ ઝડપી હતી.
 
You might also like