દાલમિયાને ભૂલી જવાની બીમારીઃ પૂછ્યું, ‘ટીમમાં સચીન શા માટે નથી?’

કોલકાતાઃ બીસીસીઆઇ અધ્યક્ષ જગમોહન દાલમિયાની તબિયત અંગે નવી જાણકારી સામે આવી છે. દાલમિયા પાછલા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે સંઘર્ષ કરી રહ્યા છે. હવે તેમની તબિયત અંગે મળી રહેલી નવી જાણકારી મુજબ ૭૫ વર્ષીય દાલમિયા ભૂલી જવાની બીમારીથી પીડાઈ રહ્યા છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાના વિદેશ પ્રવાસ પર જનારી ટીમની યાદી બોર્ડ અધ્યક્ષ સામે રજૂ કરવામાં આવી તો તેઓ પૂછી બેઠા કે, ”આ ખેલાડીઓમાં સચીન તેંડુલકરનું નામ શા માટે નથી?” જોકે બોર્ડના અધિકારીઓ શરમને કારણે આ ઘટનાની પુષ્ટિ નથી કરી રહ્યા.અસલમાં દાલમિયા ‘એમ્નીશિયા’ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ આ અંગે ખૂલીને વાત નથી કરી રહ્યું. દાલમિયાનો કાર્યકાળ ૨૦૧૭માં પૂરો થવાનો છે. દાલમિયાનું સ્વાસ્થ્ય ભારતીય ક્રિકેટ બોર્ડ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે. ઇન્દ્રનીલ બસુના રિપોર્ટ અનુસાર બોર્ડના કેટલાક સભ્યોએ દાલમિયાને બીસીસીઆઇના અધ્યક્ષપદેથી હટાવી દેવાની સલાહ આપી છે.  જોકે એક અન્ય સૂત્રના જણાવ્યા અનુસાર દાલમિયાની વિરુદ્ધમાં કશું જ નથી. તેમને ટેક્નિકલી કોઈ હટાવી શકે નહીં.
You might also like