દારૂબંધી નહિ થાય તાે યમુનામાં કૂદી પડીશઃ ચીમનલાલ જૈન

આગ્રાઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતીની પૂર્વસંધ્યાઅે લાેક સ્વર અને ગાેલ્ડન અેજ સંસ્થા દ્વારા શહીદ સ્મારક પર યાેજાયેલા કાર્યક્રમમાં ૯૬ વર્ષના સ્વાતંત્ર્યસેનાની ચીમનલાલ જૈને ચરખાે કાંત્યા બાદ જણાવ્યું હતું કે વડા પ્રધાન માેદી જે મેઈક ઈન ઈન્ડિયાની વાત કરી રહ્યા છે તે નારાે સાૈથી પહેલાં મહાત્મા ગાંધીઅે આપ્યાે હતાે. 

તેમણે આ પ્રસંગે દારૂબંધીની માગણી પૂરી નહિ થતાં ગાંધીજયંતીઅે યમુનામાં કૂદીને જીવ આપવાની તેમની જાહેરાત પર અડગ રહી તેને પાછી ખેંચવાનાે ઈનકાર કર્યાે હતાે. તેમણે જણાવ્યું કે તેઆે તેમની આ પ્રતિજ્ઞા પૂરી કરશે. 

લાેક સ્વરના અધ્યક્ષ રાજીવ ગુપ્તાઅે જણાવ્યું કે શહીદાેને શ્રદ્ધાંજલિ બાદ સ્વાતંત્ર્યસેનાની ચીમનલાલ જૈનનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ તમામે ચરખા ચલાવી સૂતર બનાવ્યું હતું.  ચીમનલાલ જૈનને લાેકાેઅે યમુનામાં કૂદીને આત્મહત્યા કરવાની જાહેરાતને પરત ખેંચવા આગ્રહ કર્યાે હતાે ત્યારે જૈને જણાવ્યું કે દારૂબંધીની માગણી વર્ષાેથી થઈ રહી છે, પરંતુ સરકાર યાેગ્ય ધ્યાન આપતી નથી. 

તેમણે જણાવ્યું કે વડા પ્રધાન માેદી આ મુદ્દે કાેઈ પગલાં લેશે તેવી તેમને આશા હતી, પરંતુ તેઆે પણ આ મુદે ગંભીર હાેય તેમ લાગતું નથી. મારાે જીવ જવાથી સમાજનું ભલુ થઈ શકતું હાેય તાે હું કાેઈ પણ ભાેગે મારી પ્રતિજ્ઞા પૂરી કરીશ. 

સરકારે ગંભીરતાથી વિચારવું જાેઈઅેઃ રાજીવ ગુપ્તાઆ અંગે રાજીવ ગુપ્તાઅે જણાવ્યું કે ચીમનલાલને આત્મહત્યા કરતાં રાેકવા અમારા પ્રયાસાે ચાલુ છે, પરંતુ રાજ્ય સરકારે પણ દારૂબંધી માટે ગંભીરતાથી વિચારવું જાેઈઅે. દારૂથી જેટલી આવક થાય છે તેના કરતાં તેનાથી બીમાર પડતા લાેકાેના ઈલાજ માટે સરકારે નાણાં ખર્ચવાં પડે છે.

You might also like