દાનના પૈસાની ચોરી કરવી એમાં કશું ખોટું નથીઃ શિરડીના મંદિરના મહંત

નવી દિલ્હીઃ એક બાજુ વિઝા ટેમ્પલ તરીકે ઓળખાતું જાણીતું હૈદરાબાદનું ચીલકુલ બાલાજી મંદિર છે કે જ્યાં દાન આપવા સામે સખત મનાઈ છે. આ મંદિરમાં દાન માટે એક પાત્ર પણ જોવા મળતું નથી. અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ ખૂલતા આ મંદિરમાં ૭૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ મંદિર આ શ્રદ્ધાળુઓ પાસેથી એક રૂપિયાનું દાન લેતું નથી. ઊલટાનું અહીંના પૂજારી પોતાનાં મંદિરમાં દાન આપવાના બદલે ભક્તોને ગરીબો પાછળ પૈસા ખર્ચવા સલાહ આપે છે.

બીજી બાજુ શિરડી સાઈબાબા મંદિરના મહંત અને મુખ્ય પૂજારી સુલેખાજીને દાનના પૈસાની ચોરી કરવામાં કશું જ અયોગ્ય જણાતું નથી. તેમનું કહેવું છે કે દાનના પૈસાના ખોટા ઉપયોગને લાગે વળગે છે ત્યાં સુધી મારી નજરે મંદિરમાં આ‍વેલા દાનમાંથી પાંચ કે દસ ટકાની ચોરી કરવી એમાં કંઈ ખોટું નથી.

You might also like