દાદરી હત્યાકાંડ સામાન્ય ઘટના છેઃ જગમોહન યાદવ

દાદરી : ઉત્તરપ્રદેશના દાદરીમાં ગૌમાંસ ખાવાની અફવાને કારણે એક વ્યકિતને માર મારીને હત્યા કરી દેવાની ઘટના પછી રાજકારણીઓ પોતાનો રોટલો શેકી રહ્યા છે. તો બીજી તરફ ઉત્તરપ્રદેશના ઉચ્ચ પોલીસ અધિકારીએ આ ઘટનાને સામાન્ય ગણાવી છે. મુરાદાબાદ પહોંચેલા ઉત્તર પ્રદેશના ડીજીપી જગમોહન યાદવને જયારે કાંડ પર સવાલ કર્યો તો તેમણે દાદરી ઘટનાને સામાન્ય ગણાવી હતી અને કહ્યું કે કયાં સુધી તેની પાછળ રહેશો. ડીજીપી જગમોહન યાદવે કહ્યું કે, દાદરી કાંડ પર જે મુખ્ય કામ હતું એ તો થઇ ચૂકયું છે… અને તમે લોકો નાની નાની વાતોને લઈને પાછળ પડ્યા છો. ઘટના નિંદનીય છે અને આ ઘટનાના આરોપીઓ પકડાઇ ગયા છે. તો નાની નાની વાતો પર કેમ અટકેલા છો?

 

દાદરી કાંડમાં માર્યા ગયેલા અખલાક નામના વ્યકિતના પરિવારે રવિવારે લખનૌમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે મુલાકાત કરવાના છે. અખલાકના પરિવારને લઇને સમાજવાદી પાર્ટીના નેતા આશુ મલિક લખનૌ પહોંચ્યા છે. અખલાકની માતા, દીકરી અને જમાઇ સાથે મુલાકાત કરી અને એસપી પ્રમુખ મુલાયમસિંહ યાદવથી પણ કરવાઈ હતી.

You might also like