દાદરી : પીડિત પરિવાર સાથે રાહુલ ગાંધીની મુલાકાત

નવી દિલ્હી : ગૌમાંસની અફવાને કારણે મારી નાખવામાં આવેલ ઇખલાકનાં પરિવાર સાથે હવે રાજનીતિ ચાલુ થઇ ગઇ છે. અલગ અલગ પાર્ટીનાં નેતાઓ હવે તેને મળવા માટે આવી રહ્યા છે. શનિવારે સાંજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દાદરીનાં બિસહડા ગામ પહોંચીને ઇખલાકનાં પરિવાર સાથે મુલાકાત યોજી હતી. આ અગાઉ સવારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મુલાકાત યોજીહ તી. શુક્રવારે એઆઇએણઆઇએણનાં નેતા અસહુદ્દીન ઔવેસી અને કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ પણ પીડિત પરિવાર સાથે મુલાકાત યોજી હતી. 

રાહુલે શનિવારે સાંજે પોતાનાં કાફલા સાથે દાદરીનાં બિસહડા ગામની મુલાકાત યોજી હતી. રાહુલ ગાંધીએ પંચાયત સમિતીનાં સભ્યો સાથે પણ મુલાકાત યોજી હતી. રાહુલે આ મુદ્દે આરોપી પરિવારનાં પરિવારજનોને પણ મળવા માંગતા હતા,પરંતુ અગમ્ય કારણોસર આ બેઠક યોજાઇ શકી નહોતી. કોંગ્રેસી નેતા આરપીએન સિંહે તણાવ બાદ રાહુલ ગાંધીના દાદરીની મુલાકાતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે મને ગર્વ છે કે રાહુલ ગાંધી ત્યાં ગયા છે. તેમણે આ નૃશંસ હત્યાની વિરુદ્ધ પોતાની નીતિ સ્પષ્ટ કરી છે. 

You might also like