દાદરી : પીડિત પરિવાર સાથે કેજરીવાલની મુલાકાત : મીડિયા પર હૂમલો

દાદરી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે બપોરે દાદરી કાંડના પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. આ ઘટનાનો ભોગ બનનાર મોહમ્મદ અખલાકનાં પરિવારને સાંત્વના આપી હતી. જો કે નોંધનીય છે કે વહેલી સવારે જ્યારે અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારને મળવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ગામ લોકોએ તેમને બહાર જ અટકાવી દીધા હતા. તે ઉપરાંત ગામમાં રહેલા અન્ય બહારનાં લોકોને અને મીડિયાને પણ લોકોએ ગામની બહાર ખદેડી દીધા હતા. પરંતુ હવે ગામનાં લોકોએ અરવિંદને ગામ લોકોને અખલાકનાં પરિસરમાં મળવાની પરવાનગી આપી દીધી છે. 

અત્રે નોંધનીય છે કે આ મુદ્દે થઇ રહેલી રાજનીતિથી ગામલોકો પરેશાન છે. સવારે એક મહિલાનાં નેતૃત્વમાં જઇ રહેલી ભીડે ગામમાં બહારથી આવનારા લોકો અને મીડિયાને બહાર કાઢી મુક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીનાં પરા વિસ્તારમાં આવેલ દાદરીમાં સોમવારે રાત્રે મોહમ્મદ અખલાક (50) અને તેનાં 22 વર્ષનાં પુત્ર પર લગભગ 100 લોકોનાં ટોળાએ હુમલો કર્યો હતો. તેને ધરની બહાર કાઢીને ઢોર માર માર્યો હતો. જેમાં અખલાકનું મોત થયું હતું. જ્યારે તેનાં પુત્રની હાલત ગંભીર છે. મહત્વની બાબત છેકે આ ઘટનાં બાદ રાજનીતિ ચાલુ થઇ ગઇ હતી. હાલ ગામનાં લોકો ભારે પરેશાન છે. તેઓએ એક મીડિયા કર્મચારી પર પણ હૂમલો કર્યો હતો. તેની ગાડીનો ભુક્કો બોલાવી દીધો હતો. કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. 

You might also like