દાદરી કેસમાં આરાેપી માટે વિહિપ-બજરંગદળ વકીલની વ્યવસ્થા કરશે

નાેઇડાઃ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે દાદરીકાંડ કેસમાં મુખ્ય આરાેપીને કાેર્ટમાં રજૂ કરવા વકીલની વ્યવસ્થા કરાવવામાં આવે તેવી રજૂઆત કરી છે. બજરંગદળના પ્રવકતા બલરાજ ડુંગરે જણાવ્યું કે દાદરી મામલામાં જિલ્લા વહીવટીતંંત્ર ખૂબ જ દબાણમાં છે તેમજ રાજ્ય સરકાર કાયદાે અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. તેથી અમને શંકા છે કે સરકાર કેટલાક નિર્દાેષ હિન્દુને આ કેસમાં ફસાવી શકે છે. તેથી આવાે નિર્ણય લેવામાં આવ્યાે છે. 

ડુંગરે વધુમાં જણાવ્યું કે અમે કાેઈ પણ આરાેપીને સપાેર્ટ નથી કરતા, પરંતુ અમારા પ્રયાસ છે કે જે લાેકાે પર આક્ષેપ થયા છે તેમને નિર્દોષ સાબિત કરવાની તક મળવી જાેઈઅે અને ફેર ટ્રાયલ થઈ શકે. અમે ન્યાય મેળવવા માગીઅે છીઅે. તેથી અમે નિર્ણય લીધાે છે કે મુખ્ય આરાેપીને અેક વકીલ ફાળવવામાં આવે. આપણી જ્યુડ‌િશિયરી સિસ્ટમ કહે છે કે આરોપીને ત્યાં સુધી નિર્દાેષ માનવામાં આવે જ્યાં સુધી તેનાે ગુનાે સાબિત ન થઈ જાય. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે દાદરીમાં ગાૈમાંસ ખાવાની અફવાથી અખલાકની મારપીટ કરી, તેની હત્યા કરવાની ઘટનાને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવાવામાં આવ્યું છે. પંચનાં ચેરપર્સન  જસ્ટિસ સી. જાેસેફના જણાવ્યા અનુસાર દાદરી મામલે હ્યુમન રાઈટ્સનાે ભંગ થયાે છે, જે અંગે નેશનલ કમિશન આેફ માઈનાેર‌િટી તપાસ કરી રહી છે. 

નવ સગીર આરાેપી પકડાયાદાદરી મામલે પાેલીસે ગઈ કાલે વધુ નવ આરોપીની ધરપકડ કરી છે. જાેકે પકડાયેલા આ તમામ નવની ઉંમર ૧૭ વર્ષ આસપાસ દર્શાવાઈ રહી છે. સગીર હાેવાના કારણે તેમને જુવેનાઈલ કાેર્ટમાં રજૂ કરવામાં આવશે. પૂછપરછમાં તમામ આરાેપીઅે કબૂલાત કરી હતી કે ઘટનાની રાતે તેમણે અખલાકના ફ્રીઝની તપાસ કરી હતી અને બીફ હાેવાની વાત જણાવી હતી. બકરી ઈદના અેક દિવસ પહેલાં બિસારા ગામમાં અેક વાછરડાની ચાેરી થઈ હતી. ૨૮ સપ્ટેમ્બરની રાતે અખલાક અેક પ્લાસ્ટિકની થેલી લઈને ઘરમાંથી નીકળતાે જાેવા મળ્યાે હતાે. અખલાકે થેલી કચરામાં નાખી હતી ત્યારે ત્યાં હાજર બાળકાેઅે આ વાત બીજા લાેકાેને જણાવતાં તેની જાહેરાત મંદિરના લાઉડસ્પીકરથી થતાં કેટલાક લાેકાેઅે અખલાકના ઘરમાં ઘૂસી તેની મારપીટ કરતાં તેનું માેત થયું હતું.

You might also like