દાદરીમાં 144 લાગુ : SDMએ પીડિત પરિવારને ધમકાવ્યાનો આરોપ

દાદરી : નોએડાનાં બિસાહડા ગામમાં ગૌમાંસ ખાવાની અફવાહમાં એક વ્યક્તિની હત્યાનાં મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જો કે તેનાં પરિવારનાં લોકોને એસએમડીએ ધમકાવ્યાનો આરોપ લાગી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિવારજનોનું કહેવું છે કે એસડીએમે કહ્યું કે જો ભાજપનું નામ લીધુ તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ કિસ્સો સામે આવ્યા બાદ લોકો એસએમડીની ગાડીની આગળ સુઇ જઇને વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ એસએમડી ત્યાંથી જતા રહ્યા હતા. 

બીજી તરફ શુક્રવારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ પણ ગામની મુલાકાત લીધી હતી. મૃતક અખલાક મોહમ્મદનાં પરિવાર સાથે પણ વાતચીત કરી હતી. ત્યાર બાદ તેમણે મંદિરમાં જનસભા કરી હતી. જો કે તેમણે આ જોરપુર્વક જણાવ્યું કે આ એક દુર્ઘટનાં છે નહી કે કાવત્રું.આ ઘટનાં જો કે ખુબ જ દુખદ છે. આવી ઘટનાઓને સભ્ય સમાજમાં કોઇ જ સ્થાન નથી. ઘણા લોકો આ મુદ્દે રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વસ્તુને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા પ્રયાસો ન કરે. આ દુર્ઘટનાં અંગે રાજ્ય અને કેન્દ્ર બંન્ને સરકારોને ખુબ જ અફસોસ છે.

ગામમમાં 144 લગાવી દેવામાં આવી છે. જેનાં અનુસાર 4થી વધારે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. મહેશ શર્માની સભા બાદ સંપુર્ણ દાદરીમાં કલમ 144 લગાવી દેવાઇ હતી.  

You might also like