દાદરીમાં હકીમની પુત્રીનાં ધામધુમથી લગ્ન : હિન્દુ લોકોએ યોજ્યો ભોજનસમારંભ

નોએડા : ઇકલાખ હત્યાકાંડ બાદ પોતાની પુત્રીઓનાં લગ્નનાં મુદ્દે પરેશાન બિસહડાનાં હકીકમી તમામ સ્મસ્યા આજે દુર થઇ હતી. લગ્નમાં એકસાથે ઘણા હિન્દુ પરિવારો આગળ આવ્યા હતા. પોલીસની હાજરીમાં લગ્ન થયા હતા. તેની પહેલા હિન્દુઓએ ગામમાં શાંતિ તથા સદ્ભાવ જાળવી રાખવા માટે લગ્નમાં દરેક પ્રકારની મદદનું આશ્વાસન કર્યું હતું. લગ્નમાં આજે હિન્દુ પરિવારએ દિલ ખોલીને પોતાનું યોગદાન આફ્યું હતું. 

લગ્નનાં આયોજનમાં ગામમાં ઘણા હિન્દુ પરિવારોએ સક્રિય ભુમિકા નિભાવી હતી. લગ્નની તમામ વ્યવસ્થા ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. હકીમની આર્થિક હાલતને જોતા જાનનાં ખાવા પીવાની વ્યવસ્થા હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે ગામનાં તણાવને જોતા વર પક્ષે બિસાહડા ગામમાં જાન લાવવાની જ મનાઇ કરી દીધી હતી. જો કે તણાવનાં મુદ્દે હિન્દુ સમાજ પણ ચિંતીત હતો. ગામનાં વાતાવરણને જોતા વર પક્ષનાં લોકો દાદરી ઇસ્લામિયા મદરેસામાં લગ્ન કરવાની જીદ પકડીને બેઠા હતા. પરંતુ ગામનાં હિન્દુઓએ આશ્વાસન બાદ હવે આજે હકીમની બંન્ને પુત્રીઓની જાન બિસાહડાની પ્રાથમિક શાળામાં જ આવશે. 

You might also like