દાઉદ સટ્ટાબાજીનું રેકેટ ચલાવે છે, મયપ્પન તેની સાથે છેઃ લલિત મોદી

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગના અારોપી અને અાઈપીએનલના પૂર્વ કમિશનર લલિત મોદીઅે એક ખાસ મુલાકાતમાં કેટલાક સનસનીખેજ ખુલાસા કર્યા છે. લલિત મોદીઅે જણાવ્યું હતું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અને તેનો સાગરિત છોટા શકિલ ભારતીય ક્રિકેટમાં સટ્ટાબાજીનું રેકેટ ચલાવે છે અને તેમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે સંકળાયેલા એન શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન પણ સામેલ છે. 

લલિત મોદીઅે જણાવ્યું હતું કે તેમને અંડરવર્લ્ડ તરફથી પોતાની જાનને ખતરો છે. તેમણે જણાવ્યું હતું કે બીસીસીઅાઈનું એક જૂથ તેમના વિરુદ્ધ છે. પોતાની સામે કોઈ રેડકોર્નર નોટિસ જારી કર્યાનો ઇન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અા માહિતી તેમણે ઇન્ટરપોલ તરફથી મળી છે.

અાઈપીએલના સંસ્થાપક લલિત મોદીઅે જણાવ્યું હતું કે તેઅો કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને લંડનમાં મળ્યા હતા. રાહુલ ગાંધીઅે રોબર્ટ વાડેરાના પોતાના સંબંધો અંગે સ્પષ્ટતા કરતા લલિત મોદીઅે જણાવ્યું હતું કે હું રાજસ્થાનમાં સમાન્તર સરકાર ચલાવતો ન હતો. મારો પરિવાર દાયકાઅોથી સિંધિયા પરિવાર સાથે નિકટના સંબંધો ધરાવે છે. લલિત મોદીઅે વધુમાં જણાવ્યું હતું કે મારા પર લગાવેલા અારોપોનો જવાબ મારા વકીલો અાપશે અને હું સુરક્ષાના કારણોસર ભારત અાવી રહ્યો નથી. જો સીબીઅાઈ કે ઇડીઅે અહીં અાવીને પૂછપરછ કરવી હોય તો તેઅો અાવી શકે છે.

You might also like