દાંડી માર્ચમાં ૧૪ લાખથી વધારે લોકો જોડાઈ શકે : હાર્દિક પટેલ

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન મારફતે હાલમાં લોકપ્રિયતા મેળવનાર હાર્દિક પટેલે આજે એવી અટકળોને ફગાવી દીધી હતી કે તે કોઈ રાજકીય મહત્વકાંક્ષા ધરાવે છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આંદોલનમાં સામેલ કોઈપણ વ્યક્તિની ચુંટણી લડવાની કોઈ યોજના નથી. હાર્દિક પટેલે આ ખુલાસો હાલમાં જ મીડિયા અહેવાલ બાદ કર્યો છે. એક દિવસ પહેલાં જ કેટલાક પટેલ નેતાઓએ જાહેરાત કરી હતી કે તેઓ આગામી સ્થાનિક સંસ્થાઓની ચુંટણીમાં મેદાનમાં ઉતરવા માટે યોજના ધરાવે છે.

મીડિયામાં અહેવાલ આવ્યા બાદ હાર્દિક પટેલે આ મુજબનો ખુલાસો કર્યો હતો. ૨૨ વર્ષીય હાર્દિક પટેલે કહ્યું હતું કે, પીસી પટેલ અમારી સાથે જોડાયેલા નથી. તેઓએ ગઈકાલે આ સંદર્ભમાં વાત કરી હતી. તેમની પોતાની પાર્ટી ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી સ્થાનિક સંસ્થાની ચુંટણી લડી શકે છે. જ્યાં સુધી તેમની પાસે માહિતી છે તેમની પાર્ટીની નોંધણી વર્ષ ૨૦૦૩માં કરવામાં આવી છે. હાલમાં ચાલી રહેલ આંદોલનથી લાભ ઉઠાવવાના પ્રયાસ કરવામાં આવી શકે છે તેવો આક્ષેપ હાર્દિક પટેલે કર્યો હતો. 

૨૫મી ઓગસ્ટના દિવસે અમદાવાદ શહેરમાં મહારેલી યોજાયા બાદ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. એસપીજીના નેતા લાલજી પટેલે આ સંદર્ભમાં કોઈ વાત કરી નથી. તેઓએ સમાંતર ચળવળ પણ હાથ ધરી છે. હાર્દિક પટેલે આંદોલનથી લાભ લેવાના પ્રયાસ કરી રહેલા કોઈપણ વ્યક્તિથી દૂર રહેવા તેમના પાટીદાર જાતિના લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજકીય પાર્ટીની રચના કરવાની બાબત પટેલ સમુદાયના લોકોને ગેરમાર્ગે દોરવા જેવું છે.

પીએએએસ અમારી સાથે જોડાયેલા નથી. વોટ બેંકની રાજનીતિ રમી રહેલા લોકોથી દૂર રહેવાનો સમય આવી ગયો છે. તેમની કોઈ રાજકીય મહત્વકાંક્ષા નથી. કોઈ રાજકીય નેતા પણ બનવાની તેમની ઈચ્છા નથી. અપક્ષ ઉમેદવાર તરીકે પણ કોઈ ચુંટણી લડવામાં આવશે નહીં. ચુંટણી લડવાની સ્થિતિમાં તેમના આવાસ ઉપર પણ હુમલો કરવા તેઓ સમુદાયના લોકોને કહે છે.

જોકે, સુચિત રિવર્સ દાંડી માર્ચના સંદર્ભમાં આ માર્ચમાં ૧૪ લાખ પટેલ ભાગ લેશે જે ૧૩મી સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં દાંડીથી શરૃ થશે અને અમદાવાદમાં પૂર્ણ થશે. જ્યારે ગાંધીજીએ માર્ચની શરૃઆત કરી હતી ત્યારે તેમની સાથે ૭૮ લોકો હતા. આવી જ રીતે આટલી જ સંખ્યામાં તેઓ દાંડીથી આગેકૂચ કરનાર છે.

You might also like