દર વર્ષે પેન્શનમાં સુધારા કરી શકાય નહીં : જેટલી

નવી દિલ્હી: નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આજે વન રેન્ક વન પેન્શનને લઈને આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોની માંગને એક રીતે ફગાવી દઈને કહ્યું હતું કે, પેન્શન દર વર્ષે સુધારી શકાય તેમ નથી. સાથે-સાથે જેટલીએ કહ્યું હતું કે, સરકાર ઉચ્ચ પેન્શનદરોની સાથે-સાથે ઓછી વયમાં સેવા નિવૃત્ત થનાર સૈનિકોના હિતોની રક્ષા કરશે. જેટલીએ ઉમેર્યું હતું કે, દુનિયામાં કોઈપણ જગ્યાએ દર વર્ષે પેન્શનમાં સુધારાની વ્યવસ્થા નથી. પૂર્વ સૈનિકો હાલમાં વન રેન્ક વન પેન્શનની માંગને લઈને છેલ્લા ૭૮ દિવસથી જંતર-મંતર ઉપર વિરોધ પ્રદર્શન અને ધરણાં કરી રહ્યા છે.

તેમની માંગમાં પેન્શનમાં દર વર્ષે સુધારા કરવા અને વધારા કરવાની માંગ પણ સામેલ છે. નાણાં મંત્રીએ કહ્યું હતું કે, સરકાર ઓઆરઓપી માટે કટિબદ્ધ છે. માત્ર એક મુશ્કેલી ગણિતની દૃષ્ટિએ છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓઆરઓપીનો મતલબ શું છે. આના માટે તેમની પોતાની ફોર્મ્યુલા છે. કોઈ અન્યને ઓઆરઓપી ઉપર પોતાની ફોર્મ્યુલા હોઈ શકે છે. પરંતુ તાર્કિક માપદંડના આધાર ઉપર દલીલ હોવી જોઈએ. પેન્શન દર મહિને અથવા તો દર વર્ષે સુધારી શકાય તેમ નથી.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે, સરકારી કર્મચારીઓ માટે સાતમા વેતનપંચની ભલામણને લઈને ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, તેઓ પૈસાને લઈને ખૂબ જ સતર્ક રહે છે. આજ કારણસર તેઓ તેમનું કામ એક ગૃહિણીની જેવું રહે છે. જેને ઘરમાં થનાર એક-એક રૂપિયાના ખર્ચનો હિસાબ રાખવો પડે છે. જરૂર કરતા વધુ ખર્ચ ન થઈ જાય તેની ખાતરી કરવા માટે આની જરૂર હોય છે. કોઈની પાસેથી નાણાં ઉછીના લેવા પડે તેવું કામ હોવું જોઈએ નહીં.

જો એક મર્યાદા કરતાં વધારે ઉછીની રકમ લેવામાં આવે છે તો ઘણી સમસ્યા ઊભી થઈ શકે છે. જેટલીએ ઉમેર્યું હતું કે, અમે ઓઆરઓપીને સૈદ્ધાંતિકરીતે સ્વિકારી ચુક્યા છે. પરંતુ એવો માહોલ હજુ સુધી બન્યો નથી. સમાજના અન્ય વર્ગ દ્વારા પણ આ પ્રકારની માંગ કરવા લાગે તેવો માહોલ બનવો જોઈએ નહીં. જેટલીએ ઉમેર્યું હતું કે, અમે ૩૫થી ૩૮ વર્ષની વયમાં વિરોધ થનાર સૈનિકોના હિતોનું પણ રક્ષણ કરવા માંગીએ છીએ. સમાજને પણ તેમની રક્ષા કરવા જોઈએ.

જેથી એક વિશેષ ફોર્મ્યુલા ઉપર પેન્શનની વાત સમજવામાં આવે છે, પરંતુ તેમાં દર વર્ષે સુધારો કરી શકાયતેમ નથી. જેટલીએ ઉમેર્યું હતું કે, ભારતીય રાજકીય વિચારધારા તાર્કિક રીતે વિચારે છે. માત્ર ભાવનાઓના આધાર ઉપર વિચારી શકાય તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે, બીએસએફના જવાનો માટે પણ આવી માંગ ઊઠી શકે છે.સીઆરપીએફના જવાનો પણ આવી માંગ કરી શકે છે.

You might also like