દર મહિને 16000 થી 20000 સ્કોલરશિપ મેળવવાની તક

– NII પીએચડી પ્રોગ્રામ

નવી દિલ્હીમાં સ્થીત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યૂનોલોજી (NII) એ પીએચડી પ્રોગ્રામ માટે આવેદન પત્ર આમંત્રીત કર્યા છે. આ પ્રોગ્રામ માટે પસંદગી પામનાર ઉમેદવારને રૂપિયા 16000 થી 20000નું માસિક સ્ટાયપન્ટ આપવામાં આવશે. આના માટે NIIની વેબ સાઇટ પર 31મી જાન્યુઆરી સુધી અરજી કરી શકાય છે. 

અરજી કરવા માટેની લાયકાત અને શરતો

– આ પ્રોગ્રામ માટે સાયન્સની કોઇ પણ શાખાથી એમએસસી, એમટેક, એમબીબીએસ, એમવીએસી, એમ ફાર્મા અથવા એની સમકક્ષ ક્વોલિફિકેશન વાલા ઉમેદવારો અરજી કરી શકે.

– અરજદારને ઘોરણ 12, બેચલર્સ અને માસ્ટર ડિગ્રીમાં મિનિમમ 60 ટકા માર્ક્સ મળ્યા હોવા જોઇએ. 

– આ પ્રોગ્રામમાં નિયમ પ્રમાણે રિઝર્વેશન પણ માન્ય છે. 

– ઉમેદવારોની પસંદગી માટે એનઆઇઆઇ દ્વારા 22 ફેબ્રૂઆરી 2015 ના રોજ નવી દિલ્હી ખાતે એન્ટ્રેન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. 

– જેજીઈઈબીઆઇએલએલ 2014 દ્વારા અરજી કરનાર કેન્ડિડેટ્સને એનઆઇએસ માટે અલગથી અરજી કરવાની રહેશે. 

અરજી કરવાની છેલ્લી તારીખઃ 31 જાન્યુઆરી

વેબસાઇટઃ  wwwv.nii.res.in

You might also like