દરિયામાં ડુબતા બાળકનાં છેલ્લા શબ્દો 'ડેડી, તમારો જીવ બચાવો'

તુર્કી : ડેડી પ્લીઝ તમારો જીવ બચાવો. શરર્ણાર્થીઓની સમસ્યા પ્રત્યે દુનિયાનું ધ્યાન ખેંચનારા 3 વર્ષનાં બાળક આયલાન કુર્દીનાં આ છેલ્લા શબ્દો હતા. અત્રે નોંધનીય છે કે તેનું શબ તુર્કીનાં સમુદ્ર કિનારે મળી આવ્યું હતું જેની તસ્વીર ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ગઇ હતી. આ તસ્વીર એટલી અકસીર રહી હતી કે વિશ્વની મહાસત્તાઓએ પણ નમવું પડ્યું હતું. આયલાનનાં મોટા ભાઇ અને માતાનું પણ મોત થયું હતું. આ મોતથી વ્યથીત થયેલ તેનાં ફોઇએ શુક્રવારે મીડિયા સમક્ષ વાત કરી હતી. 

ટીમા કુર્દીએ કહ્યું કે જહાજ ડુબ્યા બાદ અબ્દુલ્લા પોતાની પત્ની અને બાળકોને બચાવવા માટેનાં દરેક પ્રયાસો કરી રહ્યો હતો પરંતુ બાળકો તેનાં હાથમાંથી લપસી રહ્યા હતા. સમુદ્રની લહેરો અબ્દુલ્લા અને તેનાં સંપુર્ણ પરિવારને ગળી જવા માટે જડબા ફાડી રહી હતી. 

આવા દર્દનાક વાતાવરણમાં બાળકો બુમો પાડી રહ્યા હતા કે ડેડી તમારો પોતાનો જીવ બચાવો. તેમણે કહ્યું કે તે પળ ખુબ જ ભારે હતી જ્યારે અબ્દુલ્લાની નજર સામે જ તેનાં આખા પરિવારને ઉદધી ગળી ગયો હતો અને તે કાંઇ જ કરી શક્યો નહોતો. એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુંમાં ટીમાએ કહ્યું કે તે પોતાની ભાભી અને ભાઇનાં 2 બાળકોનાં મોત માટે પોતાની જાતને દોષીત સમજે છે. 

ટીમાએ ખુબ જ વ્યગ્ર અવાજે કહ્યું કે તેનાં ભાઇ પાસે પૈસા નહોતા, જેનાં કારણે તેણે પૈસા મોકલ્યા હતા જેથી તેઓ તસ્કરોને પૈસા આપી શકે. જો તેણે પૈસા ન મોકલ્યા હોત તો કદાચ તે લોકો અત્યાર જીવતા હોત.

You might also like