દક્ષિણ આફ્રિકા હાર્મર અને તાહિર સહિત ત્રણ સ્પિનર સાથે ભારત આવશે

દક્ષિણ આફ્રિકાએ ભારતના પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આગામી ઓક્ટોબરમાં ભારતના પ્રવાસ ખેડનાર દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ટી-૨૦ મેચ બીજી ઓક્ટોબરના ધર્મશાલામાં રમશે. લગભગ બે મહિનાના પ્રવાસની અંતિમ ટેસ્ટ મેચ ૨૫ નવેમ્બરે નાગપુરમાં રમાશે. જેન માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર કરવામાં આવી હતી. ટેસ્ટ ટીમમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝિમ્બાબ્વે સામે ૨૦૧૪માં ટેસ્ટ રમનાર ડેન પીડર ટીમમાં પરત ફર્યો છે. ઉપરાંત ઇમરાન તાહિર અને સિમોન હાર્મરને પણ જગ્યા મળી છે.ટેસ્ટ ટીમઃ હાશિમ અમલા (કપ્તાન), એ. વી. ડિવિલિયર્સ, તેમ્બા બાવૂમા જે પી ડ્યૂમિની, ફેક ડૂપ્લેસિસ, ડીન અલ્ગર, સિમોન હાર્મર, ઇમરાન તાહિર, મોર્ની મોર્કલ, વેનોન ફિલેન્ડર, ડેન પીડર, કાગિસો ટાબાડા, ડેલ સ્ટેન, સ્ટેઆન વેન, જૂલ, ડેન વિલાસ.વન ડે ટીમઃ એ બી ડિવિલિયર્સ (કપ્તાન), કાયલ એબોટ, હાશિમ અમલા, ફરહાન બેહટડીન, ક્વિંટન ડિકોક, જે પી ડ્યૂમિની, ડુપ્લેસિસ, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, મોર્ની મોર્કલ, ક્રિસ મોરિસ, એરોન ફાનગિસો, કાગિસો, ટાબાડા, ટિલી સોસૂયુ, ડેલસ્ટેન.ટી ૨૦ ટીમઃ ફૈક ડૂપ્લેસિસ (કપ્તાન), કાયલ એબોટ, હાશિમ અમલા, ફરહાન બેહરડીન, ક્વિંટન, મચેન્ટ ડિલેંગ, એ બી ડિવિલિયર્સ, જે. પી. ડ્યૂમિની, ઇમરાન તાહિર, ઇડિલેઇ, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, કાગિસો ટબાડા, ડેવિડ વીજ, ખાય જોન્ડો.
 
You might also like