થોડી સફળતા મળે તો છકી શા માટે જવુંઃ દીપિકા પદુકોણ

છેલ્લાં અાઠ વર્ષમાં દીપિકા પદુકોણે ૨૦થી વધુ ફિલ્મો અાપી છે. દરેક ફિલ્મમાં દીપિકાએ તેના પાત્ર માટે જબરદસ્ત મહેનત કરી છે અને એ જ કારણ છે કે લોકોને તેની ફિલ્મો કરતાં વધુ તેનાં પાત્રો પસંદ પડ્યાં છે. દરેક વ્યક્તિ તેનાં વખાણ કરતી જોઈ શકાય છે. બોલિવૂડમાં હાલમાં તો તેની સરખામણી કરી શકે તેવી કોઈ અભિનેત્રી નથી. દીપિકા કહે છે કે મેં ક્યારેય અા રેસનો હિસ્સો બનવાની કોશિશ કરી નથી અને મેં ક્યારેય એમ પણ કહ્યું નથી કે હું ટોપ પર છું. હું મારો મુકાબલો મારી સાથે જ કરું છું. હું ઈચ્છું છું કે મને લોકો સારી વ્યક્તિ અને સારી અભિનેત્રી તરીકે યાદ કરે. હું માત્ર મારું કામ સારી રીતે કરવાની કોશિશ કરી રહી છું.

દીપિકાને ક્યારેય પણ કોઈ વ્યક્તિએ અભિમાની તરીકે જોઈ નથી. તેણે તેની સફળતાને ક્યારેય એનકેસ કરવાની કોશિશ પણ કરી નથી તો ક્યારેય મીડિયા સાથે પણ ખરાબ વર્તણૂક કરી હોય તેવો કિસ્સો યાદ નથી. તે કહે છે કે અહીં હાર અને જીત કંઈ પણ સ્થાયી નથી. થોડીક સફળતા મળે તો છકી જવાનો અર્થ શું છે. હું પોતે અત્યાર સુધી અનેક વખત નિષ્ફળ જઈ ચૂકી છું અને તેવી પરિસ્થિતિમાં મેં હિંમત ટકાવી રાખી હતી. હારી જતાં પાછળ રહેવાનું દુઃખ કરવાનો પણ કોઈ અર્થ નથી. 

 

You might also like