થીયેટર અને ટીવીની દુનિયામાં બહુ ફરક છેઃ પરેશ ગણાત્રા

મુંબઈઃ સબ ટીવી ઉપર આવતી સીરીયલ ‘ચિડિયા ઘર’માં મોટા પૂત્રની ભૂમિકા ભજવી રહેલો ગુજ્જુ કલાકાર પરેશ ગણાત્રા આમ તો થીયેટરનો જીવ છે. પરેશે આ પહેલા થીયેટરમાં ખુબ કામ કર્યુ છે. જો કે પરેશ માને છે કે થીયેટર અને ટીવી એ સંપૂર્ણ અલગ દુનિયા છે. 

પરેશે આ બાબતે વધુમાં જણાવતા કહ્યું હતું કે ” મને લાગે છે કે થીયેટર અને ટીવી શોની દુનિયામાં ખુબ ફરક છે. ટીવી શોમાં કામ કરવા કરતા થીયેટરમાં કામ કરવુ અઘરુ છે. થીયેટરમાં  કામ કરનારે બધા ડાઈલોગ યાદ રાખવા પડે છે અને પ્રેઝન્સ ઓફ માઈન્ડની જરૂર પડે છે. જ્યારે ટીવી શો એ રીટેકની દુનિયા છે.”

નોંધનીય છે કે પરેશે ટીવી શોમાં કામ કરતા પહેલા થીયેટર ક્ષેત્રે સારા એવા નાટકો કર્યા હતા. આ નાટકો પરથી ફિલ્મો પણ બની હતી. જેમાં ‘આંખે’, ‘એક્શન રિપ્લે’, ‘વક્ત’ મુખ્ય છે. ‘આંખે’ ફિલ્મમાં પરેશ રાવલ, ‘વક્ત’ ફિલ્મમાં રાજપાલ યાદવ અને ‘એક્શન રિપ્લે’ ફિલ્મમાં અક્ષયકુમારે જે ભૂમિકા ભજવી હતી તે નાટકોમાં પરેશ ગણાત્રાએ ભજવી હતી. 

 

You might also like