થાઇલેન્ડ બોમ્બ વિસ્ફોટ : બે ભારતીયોની ધરપકડ કરવામાં આવી

બેંકોક : થાઇલેન્ડ પોલીસે બોમ્બ વિસ્ફોટ માટે બે ભારતીયોની ધરપકડ કરી છે. મીડિયામાં આવી રહેલા અહેવાલો અનુસાર આ બંન્નેને થાઇલેન્ડનાં બ્રહ્માં મંદિરમાં થયેલા વિસ્ફોટમાં વોન્ટેડ આરોપીઓ સાથે આ બંન્ને શખ્સોને વાત કરતા જોવા મળ્યા હતા. થાઇ પોલીસે હાલ તેઓની ધરપકડ કરી છે. સૂત્રોનાં અનુસાર બંન્ને ભારતીયોની પુછપરછ માટે તેઓને સેનાનાં કેમ્પમાં લઇ જવામાં આવ્યા છે. જો કે આ ભારતીયો કોણ છે અને ક્યાંનાં છે તે અંગે હજી સુધી કોઇ માહિતી મળી શકી નથી. 

ધરપકડ કરાયેલા બંન્ને ભારતીયોનાં નામની જાહેરાત નથી કરવામાં આવી. અત્ર ઉલ્લેખનીય છે કે આસિસ્ટન પોલીસ કમિશ્નર જનરલ પ્રાવુતનાં નેતૃત્વમાં 20 પોલીસ કર્મીઓની એક ટીમ માઇમુના ગાર્ડ હોમ એપાર્ટમેન્ટમાં રવિવારે મોડી રાત્રે દરોડો પાડવા માટે ગઇ હતી. તેઓએ અહીંથી બે ભારતીયોની ધરપકડ કરી છે. બંન્નેએ આજુબાજુમાં રૂમ ભાડે લીધેલા હતા. પોલીસને તેમનાં રૂમમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી છે. તે ઉફરાંત જે એખ વિદેશી રૂમમાં રહ્યો હતો અને થાઇલેન્ડની રહેવાસી મહિલા જેણે આ તમામને ભાડે રૂમ આપ્યા હતા તે બંન્ને હજી સુધી આ કેસમાં વોન્ટેડ છે. 

થાઇલેન્ડ પોલીસ હાલ આરોપીઓને શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે 17 ઓગષ્ટનાં રોજ થાઇલેન્ડનાં પ્રસિદ્ધ ઇરવાન બ્રહ્માં મંદિરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં  20 લોકોનાં મોત થયા હતા અને 100 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા. 

You might also like