ત્રીસ મીનીટ પાછળ થયું ઉત્તર કોરીયા

બીજા વિશ્વ યુધ્ધના અંતમાં જાપાનના સામ્રાજયવાદથી મુક્તિની યાદમાં ઉત્તરી કોરીયાએ પોતાના ટાઇમ ઝોનમાં બદલાવ કરી પોતાની ઘડીયાળોને ત્રીસ મીનીટ પાછળ કરી દીધી છે. શુક્રવારે પાટનગર પ્યોંગયાંગમાં ઘડીયાળમાં નવો ટાઇમ ઝોન શરૂ કરવામાં આવ્યો હતો. આ અગાઉ ઉત્તર કોરીયાએ આ જ અઠવાડીયામાં સમય બદલવાની જાહેરાત કરી હતી. ઉત્તર કોરીયાના આ પગલાને દક્ષિણ કોરીયાએ વખોડતાં જણાવ્યું કે આ સહયોગની વિરુધ્ધનું પગલું છે. ઉત્તર કોરીયા જાપાન અને દક્ષિણ કોરીયાની જેમ ગ્રીનિચ મીન ટાઇમ એટલે કે જીએમટીથી નવ કલાક આગળ રહ્યું છે. પરંતુ 1910માં કોરીયાના ટાપુ પર જાપાનનું સામ્રાજય સ્થપાતાં જીએમટીથી સાડ આઠ કલાક આગળ હતું.

You might also like