ત્રણ વખત તલાકમાં ફેરફાર શક્ય નથી : મુસ્લિમ બોર્ડ

નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને સંબંધિત સંગઠનોએ એક જ પ્રસંગ ઉપર ત્રણ વખત તલાકમાં ફેરફાર કરવાનો ઈન્કાર કર્યો છે. મુસ્લિમ લો બોર્ડ માને છે કે ત્રણ તલાકમાં ફેરફાર કરવાની કોઈ શક્યતા દેખાતી નથી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આજે કહ્યું હતું કે, કુરાન અને હદીસના જણાવ્યા મુજબ એક વખતમાં ત્રણ વખત તલાક કહેવાનો મતલબ એક ગુના તરીકે છે. પરંતુ આને કોઈપણ કિંમતે યોગ્ય ગણવામાં આવે છે.

બોર્ડે કહ્યું હતું કે આ વ્યવસ્થામાં ફેરફાર શક્ય દેખાતા નથી. બોર્ડના પ્રવક્તા મૌલાના અબ્દુલ રહિમ કુરૈશીએ કહ્યું છે કે, તેમને અખબારમાં પ્રકાશિત અહેવાલથી જાણકારી મળી છે કે, કેટલાક લોકોએ આની સામે વાંધો ઉઠાવ્યો છે. કોઈ મુસ્લિમ દેશમાં શું થાય છે તેને આની સાથે કોઈ લેવાદેવા નથી. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન, સુદાન જેવા દેશમાં શું થઈ રહ્યું છે તેની સાથે અમને કોઈ જ લેવાદેવા નથી. કુરાન શરિફ, હદિસ અને સુન્નતમાં શું વાત કરવામાં આવી છે તેમાં અમને રસ છે.

ઈસ્લામમાં એક પ્રસંગ પર ત્રણ વખત તલાક કહેવાની બાબતને યોગ્ય ગણવામાં આવતી નથી પરંતુ આનાથી તલાકને યોગ્ય ગણવામાં આવે છે. કુરૈશીએ કહ્યું હતું કે બોર્ડે છેલ્લા સપ્તાહમાં તમામ ઉલેમાના નામ ઉપર એક સંદેશો મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એક વખતમાં ત્રણ વખત તલાક કહેનાર લોકોને કઈ સજા આપવામાં આવી શકે છે. ઉલેમાના ખૂબ જુના ફતવામાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વખત તલાક કહેવાની બાબત ગુના તરીકે છે. આમ કહેનાર લોકોને સજા પણ કરવામાં આવે છે.

You might also like