ત્રણ વખત તલાકની વિરુદ્ધ છે ૯૨ ટકા મુસ્લિમ મહિલાઅો

નવી દિલ્હીઃ દેશની ૯૨ ટકા મુસ્લિમ મહિલાઅોનું માનવું છે કે ત્રણ વાર તલાક બોલવાથી સંબંધો ખત્મ થઈ જવાનો નિયમ એક તરફી છે અને તેની પર પ્રતિબંધ મુકાવો જોઈઅે. પહેલીવાર મુસ્લિમ મહિલાઅોને લઈને અા પ્રકારનો સર્વે કરવામાં અાવ્યો છે. સર્વેના સામે અાવેલા પરિણામોમાં ૯૨.૧ ટકા મુસ્લિમ મહિલાઅોઅે એક અવાજમાં કહ્યું કે અા પ્રથાને નાબૂદ કરવી જોઈઅે. 

એટલું જ નહીં મુસ્લિમ સમુદાયમાં સ્કાઈપે, ઇ મેઇલ, મેસેજ અને વોટ્સઅેપ દ્વારા અપાતા તલાકે અા ચિંતાઅોને વધારવાનું કામ કર્યું છે. દેશના ૧૦ રાજ્યોમાં મુસ્લિમ પર્સનલ લોનમાં સુધારણા માટે કામ કરનાર ભારતીય મુસ્લિમ મહિલા અાંદોલન એનજીઅો તરફથી કરાયેલા સર્વેમાં ૪૭૧૦ મહિલાઅોનો ઇન્ટરવ્યૂ લેવાયો.

સર્વે મુજબ દેશની મોટાભાગની મુસ્લિમ મહિલાઅો અાર્થિક અને સામાજિક રીતે ખૂબ જ પછાત છે. લગભગ અડધાથી વધુ મુસ્લિમ મહિલાઅોના ૧૮ વર્ષથી પહેલાં લગ્ન થઈ ગયાં અને તેમને ઘરેલુ હિંસાનો પણ સામનો કરવો પડ્યો. સર્વેમાં કહેનાર ૯૧.૭ ટકા મહિલાઅોઅે કહ્યું કે તેઅો પોતાના પતિના બીજા લગ્નની વિરુદ્ધ છે. અા અભ્યાસમાં સામેલ ૭૩ ટકા મહિલાઅો એવી હતી જેના પરિવારની વાર્ષિક અાવક ૫૦ હજાર રૂપિયાથી વધુ હતી. જ્યારે ૫૫ ટકાના મહિલાઅોનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં થયાં હતાં. 

સર્વેમાં સંપત્તિની બાબતમાં મુસ્લિમ મહિલાઅોનું પછાતપણું સામે અાવ્યું. અાંકડાઅો મુજબ ૮૨ ટકા મહિલાઅોના નામે કોઈ સંપત્તિ નથી. ૫૩ ટકા મહિલાઅોનું ઘરેલું હિંસાનો સામનો કરવો પડ્યો. જ્યારે મોટાભાગની મહિલાઅોનું શિક્ષણ પણ સાવ અોછું હતું. અભ્યાસનું નેતૃત્વ કરનાર ઝાકિયા સોમને કહ્યું કે વર્ષ ૨૦૧૪માં મહિલા શરિયા અદાલતમાં ૨૩૫ કેસ અાવ્યા હતા જેમાં ૮૦ ટકા કેસ મૌખિક તલાકના હતા. 

સર્વેમાં સામેલ ૯૩ ટકા મહિલાઅોનું માનવું છે કે તલાક પહેલા કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈઅે. જ્યારે ૬૩ ટકા લોકોનું માનવું છે કે મુસ્લિમ ફેમિલી લૉને વર્ગીકૃત કરવાનું ન્યાય મળી શકશે. મુસ્લિમ ધર્મગુરુઅોનો એક વર્ગ મુસ્લિમ પર્સનલ લૉમાં કોઈ પ્રકારના સુધારાને ધાર્મિક હસ્તક્ષેપ તરીકે જોવે છે.

અા અંગે ટિપ્પણી કરતાં સોમને કહ્યું કે સરકારે અા બાબતમાં વધુ પડતા પ્રયત્ન કર્યા નથી. તેમના તરફથી અાવા લોકોનું તૃષ્ટિકરણ કરવાનો પ્રયાસ કરાયો છે જે ખુદને સમુદાયના હિતેચ્છુ તરીકે રજૂ કરતા રહ્યા છે. અા અમારો બંધારણીય અધિકાર છે.

 

You might also like