…તો સંજય દત્ત મુક્ત થશે

નવી દિલ્હીઃ એકે-૫૬ રાઈફલ રાખવાના અારોપમાં જેલ ગયેલા ફિલ્મ અભિનેતા સંજય દત્તના સહઅારોપી યુસુફ મોસીન નલવાલાઅે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં યા‌ચીત અરજી દાખલ કરીને ફેંસલો પાછો ખેંચવાની અપીલ કરી છે. યુસુફ નલવાલાની દલીલ છે કે તેને અપાયેલી સજા ખોટી છે. કેમ કે જપ્ત કરાયેલા હથિયાર પ્રતિબંધિત કેટેગરીમાં અાવતા નથી. 

યુસુફ નલવાલા અને સંજય દત્ત બંનેને અાર્મ્સ એક્ટ હેઠળ પાંચ વર્ષ માટે જેલની સજા સંભળાવાઈ છે. નલવાલાઅે પોતાની અરજીમાં કહ્યું કે એકે-૫૬ રાઈફલ સેમી અોટોમેટિક હથિયાર છે અને તેનું ઉત્પાદન અોટોમેટિક કેટેગરી હેઠળ થતું નથી તેથી અદાલતને વિનંતી છે કે અાર્મ્સ એક્ટની કલમ ૨(૧) (અાઈ)માં અપાયેલી પરિભાષા અનુસાર સ્ટાન્ડર્ડ એકે-૫૬ રાઈફલ પ્રતિબંધિત હથિયાર નથી. 

યુસુફ નલવાલાનો અે પણ દાવો છે કે અા અંગે કોઈપણ નોટિફિકેશન જારી કરાયા નથી. જો સુપ્રીમ કોર્ટ નલવાલાની અા દલીલ માની લે તો તેના અપરાધની ગંભીરતા ઘટી જશે અને તેના પરિણામોમાં તેની સજા પણ ઘટીને વધુમાં વધુ ત્રણ વર્ષ થઈ જશે. 

ફેંસલો તેના પક્ષમાં અાવતા નલવાલાના છૂટકારા માટેનો રસ્તો ખુલી જશે અને તેનો ફાયદો બોલિવૂડ અેક્ટર સંજય દત્તને પણ મળશે. સુપ્રીમ કોર્ટે નલવાલાના વકીલને અા અંગે ક્યુરેટીવ પિટીશન ફાઈલ કરવાનું કહ્યું છે. કેમ કે ટાડા કોર્ટના ફેંસલા વિરુદ્ધ પુનઃવિચાર યાચીત અરજી પહેલાં જ ફગાવાઈ ચૂકી છે. 

 

You might also like