તોફાનોમાં મૃતકદીઠ પરિવારોને આપો ૩૫ લાખઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી પાટીદારો દ્વારા અનામતની માંગણી સાથે ઠેર ઠેર રેલીઓ અને સભાઓ બાદ ૨૫મી ઓગસ્ટે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાક્રાંતિ સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ હાર્દિક પટેલની ધરપકડ બાદ સમગ્ર ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોને રોકવા માટે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

જેમાં શહેરમાં છેલ્લા બે દિવસથી ફાટી નીકળેલા તોફાનોમાં પોલીસે ર૩ જેટલા રાયોટિંગના ગુના દાખલ કર્યા છે. જેમાં ઘાટલોડિયા, નારણપુરા, રામોલ, નિકોલ જેવા પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે. આ તોફાનોમાં પોલીસે ૧પ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ ઘટનાઓમાં ૩૦થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા હતા તેમજ કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. અત્યાર સુધી પોલીસે ર૩ જેટલા રાયોટિંગના ગુના નોંધી કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. આ ઉપરાંત તોફાની ટોળાને કાબૂમાં લેવા પોલીસે ૧પ જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં અને ફાયરીંગ દરમિયાન ગુજરાતમાં લગભગ આઠ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે તોફાનોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વ્યક્તિદીઠ 35 લાખ ચૂકવવાની માંગણી કરી છે.

 

You might also like