તોઇબાનો મોસ્ટવોન્ટેડ ત્રાસવાદી ઠાર મરાયો

પુલવામા : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં ભીષણ અથડામણ દરમિયાન લશ્કરે તોયબાનો ખતરનાક ત્રાસવાદી ઠાર થયો છે. તેના પર ૧૦ લાખ રૂપિયાનુ ઇનામ હતુ. સુરક્ષા દળોએ સફળ ઓપરેશન પાર પાડ્યુ છે. સેના અને પોલીસે સફળ ઓપરેશન હાથ ધર્યુ હતુ. માર્યા ગયેલા ત્રાસવાદીની ઓળખ કરી લેવામાં આવી છે. તે ઇર્શાદ ગની તરીકે ઓળખાયો છે.

તે પુલવામાના કાકાપોરા વિસ્તારનો નિવાસી છે. તે જુન ૨૦૧૩માં હેદરપુરામાં સેનાના આઠ જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં અને સેના તેમજ પોલીસ પર અન્ય હુમલામાં વોન્ટેડ હતો. કાકાપોરા વિસ્તારમાં બેગમ બાગ ગામ ખાતે અથડામણ થઇ હતી. પોલીસ અને સેનાને કેટલાક ત્રાસવાદીઓ હોવાની માહિતી મળી હતી. જેના આધાર પર સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.

માર્યા ગયેલા ત્રાસવાદી પાસેથી કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે. તેના મોતથી તોયબાને મોટો ફટકો પડ્યો છે. ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ છુપાયેલા ત્રાસવાદીઓ ગોળીબાર કર્યો હતો. ઇર્શાદ નામનો આ શખ્સ વર્ષ ૨૦૧૧થી સતત સક્રિય હતો. તોયબાની જુદી જુદી પ્રવૃતિમાં તે સામેલ હતો.

You might also like