તામસી પ્રકૃતિના મનુષ્યનું ઝડપથી અધઃપતન થાય છે

પૈસાને આપણે કેવું મહત્ત્વ આપીએ છીએ એના પર આપણા ઘડતરનો આધાર છે. પૈસો જરૂરી તો છે જ પણ કેટલા અંશે? પલટાતા સમયની તાસીરમાં પૈસો આપણને પલટાવી ન દે અેવું બની શકે ખરું? છતાં થોડી ઘણી જાગૃતિ રાખીને વિશેષ પૈસાપાત્ર તો ન બનવું ઘટે. પૈસાની વિપુલતાની સાથેસાથે જ આપણા સદ્ગુણો એવા તો ખોવાઇ જાય છે, જેમ સમુદ્રમાં નદીઓ.

સદ્ગુણો વધારવાની વાત તો એક બાજુએ રહી, અહીં તો જે સદ્ગુણો હતા એ પણ ખોવાઇ જાય છે. આપણું જ અધઃપતન નહીં આપણાં સંતાનો, પણ અધઃપતન આપણી પૈસાખોરી છે. વધુ પૈસો હોય ત્યારે સારા કામ માટે વધુ પૈસો વાપરવો એ અઘરું કામ નથી. સાચી અને સારી રીતે વધુ પૈસો મેળવવો એ અઘરું કામ નથી, પરંતુ સાચી અને સારી રીતે વધુ પૈસો મેળવવો એ અઘરુું કામ છે. એથી પણ અઘરું કામ તો પરિશ્રમથી કમાણી કરી અન્ય માટે વાપરવી એ છે.

આજકાલ લાખો અને કરોડોનું દાન કરનારા તો ઘણા મળી આવશે પણ પરિશ્રમ કરીને લાખો કમાનાર જવલ્લે જ જોવા મળશે. વગર મહેનતે ખૂબ પૈસા ભેગા થયા હોય એ શોષણ, ચોરી, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, દમન જેવા અધર્મના પાપથી અભડાયેલા જ હોવાના એમાં શંકાને કોઇ સ્થાન નથી.

આપણે પણ જ્યારે દેખાદેખીથી આવા પૈસાદારોને સન્માન આપીએ, એમની વાહ વાહ કરીએ ત્યારે આપણા પર પણ પૈસાનું ભૂત સવાર થયેલું નથી એવું શી રીતે કહી શકાય? પાપીઓની પૂજા તો ન કરાય પણ એ પૂજા જોવાય પણ નહીં. શું પૈસાદારોના અહમ્ને બહેકાવનાર અને પોષનાર આપણે નથી? નીતિમાન, પ્રામાણિક, મહેનતુ, સંતોષી અને સત્યનિષ્ઠ લોકો આજે પણ છે, પરંતુ તેઓ પૈસાદાર નથી એટલે તેઓને ખૂણામાં ધકેલી દેવામાં આવ્યા છે.

જૂઠા, બદમાશ, અપ્રામાણિક, દંભી, ચોર અને ભ્રષ્ટ એવાં ઊજળાં વસ્ત્રો ધારણ ધરેલા શિ‌િક્ષત કે અશિ‌િક્ષત શ્રીમંતો અને સત્તાધીશોને આપણે હાર પહેરાવીને સન્માનીએ છીએ ત્યારે એમને વધુ દુષ્ટ કૃત્ય કરવાની આડકતરી પ્રેરણા જ મળશે ને?

જો આ પ્રમાણે જ ચાલે છે અને ચાલતું રહેશે તો સત્યનું મહોરું પહેરેલ અસત્યનો જયજયકાર કરવામાં આપણે પણ ગુનેગાર નહીં બનીએ? અંતે શ્રી હરિ-પ્રભુ નારાયણને પૂછવાની રજા લઇને પૂછવાની ચેષ્ટા કરીએ કે હે પ્રભુ, શું લક્ષ્મીજી જાગતાં હોઇ શ્રી લક્ષ્મીજીને ઊંઘવું પડતું હશે કે પછી

 

શ્રી લક્ષ્મીજીની ઊંઘનો લાભ લેવા લક્ષ્મીજી જાગી રહ્યાં છે?

You might also like