તમે ભૂલથી મોકલેલો કોઈ પણ ઈ-મેઈલ પાછો બોલાવી શકશો

નવી દિલ્હીઃ આખરે જી-મેઇલ દ્વારા એ ટૂલને જારી કરવામાં આવ્યું છે, જેની પ્રતીક્ષા લગભગ તમામ યુઝર્સને હતી. હવે તમે કોઇ પણ ઇ-મેઇલને મોકલ્યા બાદ ફરીથી પાછો ખેંચીને બોલાવી શકો છો. જી-મેઇલના નવા ટૂલમાં આ સુવિધા આપવામાં આવી છે કે જો તમે ભૂલથી બીજા એડ્રેસ પર ઇ-મેઇલ મોકલી દો છો અથવા તો તેમાં કોઇ ડોકયુમેન્ટ એટેચ કરવાનું ભૂલી જાવ છો તો હવે ચિંતા કરવાની કોઇ જરૂર નથી, કારણ કે તમે આ ઇ-મેઇલને રોકીને ફરીથી યોગ્ય સરનામે મોકલી શકશે.

જી-મેઇલ દ્વારા ‘અનડુ સેન્ડ ઓપ્શન’ બધાં માટે જારી કરવામાં આવ્યો છે. આ ટૂલની મદદથી મોકલેલા ઇ-મેઇલને તમે રોકીને પાછો ડ્રાફટમાં પહોંચાડી શકો છો.

આ રીતે કરો એક્ટિવેટઃ જી-મેઇલના સેટિંગમાં ગયા બાદ ઇ-મેઇલ ‘અનડુ સેન્ડ ઓપ્શન’ તમને જોવા મળશે, જેને તમે ઓન કરી શકશો. આ ઓપ્શન ઓન કરતાં જ તમને નીચે ટાઇમિંગ પણ દેખાશે, તેની મદદથી તમે ૧૦, ર૦ અથવા ૩૦ સેકન્ડ પહેલાં મોકલેલ ઇ-મેઇલને પાછો બોલાવી શકશો. તેમાં ખાસ ધ્યાન આપવાની વાત એ છે કે કોઇ પણ ઇ-મેઇલ આપવામાં આવેલા સમય પ્રમાણે પાછો આવશે. જો તમે એવું વિચારો કે આગલી રાત્રે મોકલેલો ઇ-મેઇલ બીજા દિવસે અનડુ કરી શકશો તો આવું શકય બનશે નહીં.

 

 

You might also like