તમામ શૈક્ષણિક સંસ્થાઅોમાં ફરકાવવામાં અાવે તિરંગોઃ હાઈકોર્ટ

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની તમામ શૈક્ષણિક સંસ્થાઅોમાં ૧૫મી અોગસ્ટ અને ૨૬મી જાન્યુઅારીઅે અનિવાર્ય રીતે તિરંગો ફરકાવવાનું ફરમાન અાપ્યું છે. સંવિધાનની વાત કરતાં કોર્ટે કહ્યું કે દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તે જાતિ, ધર્મ, લિંગ વગેરેથી ઉપર અાવીને ધ્વજારોહણ કરે.

કોર્ટે તમામ શિક્ષણ વિભાગના સચિવોને અાદેશ અાપ્યાે છે કે સ્કૂલ, કોલેજોમાં રાષ્ટ્રીય તહેવારો પર ધ્વજ ફરકાવવામાં અાવે. કોર્ટે અા અાદેશ પ્રદેશ સરકાર દ્વારા અરજી પર દાખલ જવાબ બાદ અાપ્યો હતો.

સરકારના જવાબમાં માત્ર મદરેસાઅોમાં તિરંગો ફરકાવવા સંબંધિત અાદેશ જારી કરવાની વાત કરાઈ હતી. અલીગઢના અજીબ ગોડ અને અન્યની અરજીને ફગાવી દેતાં મુખ્ય ન્યાયમૂર્તિ ડો. ડી.વાય. ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ યશવંત વર્માની ખંડપીઠને અા અાદેશ અાપ્યા હતા. અા પહેલાં પૂર્વ કોર્ટના અાદેશ પર પ્રદેશ સરકારે કહ્યું હતું કે મદરેસાનું સંચાલન અલ્પસખ્ય કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં અાવે છે. 

 

You might also like