તમાકુના ઓવરડોઝથી નિર્ભયા કાંડના અપરાધીની તબિયત લથડી

નવી દિલ્હીઃ દિલ્હીના ચર્ચાસ્પદ અને સમગ્ર દેશમાં હડકંપ મચાવનાર નિર્ભયા રેપ કેસના ગુનેગાર વિનયની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રવિવારે મોડી રાત્રે અચાનક તેની તબિયત ખરાબ થતાં તેને તાત્કાલિક જેલની હોસ્પિટલમાં ખસેડાયેલો છે. હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિનયને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે ત્યાર બાદ તેણે દીનદયાળ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

સારવાર દરમિયાન ડોક્ટરોને એવી જાણ થઈ છે કે વિનયે તમાકુનું વધુ પડતું સેવન કર્યું હતું, જેના કારણે તેની તબિયત લથડી હતી. જેલની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વિનયને ફરીથી તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જણાવાયું હતું.

તિહાર જેલના ડીઆઈજીના જણાવ્યા અનુસાર નિર્ભયા રેપકાંડના અપરાધી વિનયને રાત્રે ૧૦.૦૦ વાગ્યે તકલીફ પડતાં તેને શરૂઆતમાં જેલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ દીનદયાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સારી હોવાનું જણાવાયું છે.

You might also like