ડૉક્ટરે હાથ ઊંચા કરી દેતા હવે ભગવાન પર જ ભરોસોઃ આસારામ

જાેધપુરઃ સગીર વિદ્યાર્થિનીનાક્ષ યાૈન શાેષણના આરાેપમાં જેલમાં બંધ રહેલા આસારામે ગઈકાલે કાેર્ટ સંકુલમાં મીડિયાને જણાવ્યું હતું કે તેમના ઈલાજ માટે ડૉક્ટર આવતા નથી તેથી હવે તેમને માત્ર ભગવાન પર જ ભરાેસાે રહ્યો છે. ત્યારે બીજી તરફ છત્તીસગઢમાં આસારામે લખેલા પુસ્તકને લઈને પણ વિવાદ બહાર આવ્યાે છે. મીડિયા સાથે ધીમા સ્વરમાં વાતચીત કરતા આસારામે જણાવ્યું કે ડૉક્ટર આવતા નથી અને તેઆે કહી રહ્યા છે કે મારાે ઈલાજ કરવાે તેમના હાથની વાત નથી. તેથી હવે મને માત્ર ભગવાન પર ભરાેસાે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકાેર્ટે આસારામને જેલને બદલે જિલ્લા કાેર્ટમાં રજૂ કરવા આદેશ તાે અપાયાે છે પરંતુ તેની સામે અમુક પ્રતિબંધ પણ મુકાયાે છે. તે મુજબ આસારામ કાેઈને કંઈ કહી શકતા નથી અથવા ઈશારાે પણ કરી શકતા નથી. તેમજ તેમના સમર્થકાેને પણ કોર્ટમાં આવવા પર પ્રતિબંધ લગાવાયો છે. તેથી આસારામ ગઈકાલે રાેષ સાથે કાેર્ટમાં હાજર થયા હતા. દરમિયાન  છત્તીસગઢમાં કોડાગામ જિલ્લા કાર્યાલય તરફથી સ્કૂલાેને અેક પત્ર પાઠવવામાં આવ્યાે છે .

તેમાં જણાવાયું છે કે બાળકાેને આસારામનાં પુસ્તક આપવામાંઆવે. અને તે પુસ્તકના આધારે તેમની પરીક્ષા લેવામા આવે. જાેકે આ મામલે હવે આધિકારી પણ ગાેળ ગાેળ જવાબ આપે છે. આસારામના પુસ્તકાેને વાંચી જિલ્લામાં ત્રીજા ધાેરણથી ૧૨મા સુધીના વિદ્યાર્થીઆેને દિવ્ય પ્રેરણા પ્રકાશ જ્ઞાન સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયું છે. આ પરીક્ષા ચાલુ માસમાં લેવાશે. અને તમામ સ્કૂલાેમાં આસારામના પુસ્તકાે વહેંચાતાં હાેવાથી હાલ આ બાબતે વિવાદ થયાે છે. 

જાેકે બીજી તરફ શિક્ષણ વિભાગના સેક્રેટરી સુબ્રત શાહુઅે જણાવ્યું કે આવાે કાેઈ આદેશ આપવામાં આવ્યાે નથી. અમે આ અંગે તપાસ કરાવીશુ. અને ખરેખર જાે તેમ થયું હશે તાે જે તે અધિકારી સામે પગલાં લેવામાં આવશે.

You might also like