ડેવિડ કેમરૂને મરેલા સુવર સાથે કર્યું ઓરલ સેક્સ : કેમરૂન

લંડન : બ્રિટનનાં વડાપ્રધાન ડેવિડ કેમરનનાં યુવાનિનાં દિવસો અંગે કેઝર્વેટિવ પાર્ટીનાં નેતા લોર્ડ એશ્ક્રોફ્ટની બાયોગ્રાફીમાં ખુબ જ ચોકાવનારા ખુલાસાઓ અને આરોપો જોવા મળી શકે છે. કંજર્વેટિવ પાર્ટીનાં પુર્વ ડેપ્યુટી ચેરમેન લોર્ડ એશ્ક્રોફ્ટ અને ડેવિડ કેમરનનાં સંબંધો વર્ષ 2010માં ખરાબ થયા હતા. જ્યારે કેમરૂને પોતાની સરકારમાં તેમને નેતા બનાવવાની ચોખ્ખા શબ્દોમાં મનાઇ ફરમાવી હતી. કંજર્વેટિવ પાર્ટીનું સંમેલન ચાલુ થયાનાં બે અઠવાડીયા પહેલા જ લોર્ડ એશ્ક્રોફ્ટનું પુસ્તક ‘કોલ મી ડેવ’ પુસ્તકનાં થોડા અંશો ડેલી મેલ સમાચાર પત્રમાં છપાઇ રહ્યા છે. લોર્ડ એશ્ક્રોફ્ટનાં પુસ્તકમાં ઓક્સફોર્ટ યૂનિવર્સિટીની એક પાર્ટીમાં યુવાન કેમરૂને એક મરેલા સુવર સાથે ઓરલ સેક્સ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

જો કે વડાપ્રધાનનાં નજીકનાં સુત્રો જણાવી રહ્યા છે કે તેઓએ આ આરોપો પર કોઇ જ પ્રતિક્રિયા આપવાનું યોગ્ય સમજ્યું નથી. કારણ કે તેઓ આ પુસ્તક કે વ્યક્તિને મહત્વ આપવા નથી માંગતા. આગલા અઠવાડીયે પ્રકાશિત થનારા આ પુસ્તક પર વડાપ્રધાન ડેવિડ કેમરૂન અધિકારીક પ્રવક્તાએ કહ્યું કે આ પુસ્તક પર કોઇ ટીપ્પણી કરીને તેને ઇજ્જત આપવાનો મારો કોઇ ઇરાદો નથી. લોર્ડ એશ્ક્રોફ્ટની પાસે તેને લખવાનાં થોડા કારણો હશે. વડાપ્રધાન દેશ ચલાવવાની જવાબદારી પર ફોકસ કરી રહ્યા છે. 

લોર્ડએશક્રોફ્ટે પુસ્તકમાં લખ્યું છે કે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની ડાઇનિંગ સોસાયટીનાં તે કાર્યક્રમોનો ભાગ પણ હતા. જેમાં ડ્રગ લેવામાં આવતું હતું. લોર્ડ એશ્ક્રોફ્ટ અંગે કહેવામાં આવે છે કે કંજર્વેટિવ પાર્ટીનાં ખરાબ દિવસોમાં તેમણે મોટી રકમ પાર્ટી ફંડમાં આપીને પાર્ટીને સંકટમાંથી ઉગારી હતી. 

You might also like