ડીઝલ વાહનોનાં પીયુુુસી અંગે સરપ્રાઇઝ ચેકિંગ થશે

અમદાવાદઃ શહેરમાં દોડતાં વહનો માટે પોલ્યુશન અન્ડર કંટ્રોલ (પીયુસી) નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, પંરતુ મોટાભાગનાં વાહનોમાં પીયુસીનું સર્ટિફિકેટ હોતું નથી જેને કારણે પર્યાવરણને નુકસાન થાય છે. અમદાવાદ આરટીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવે તેવા ડીઝલ વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં માટે પીયુસી મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે. આરટીઓના કર્મચારી તથા પોલીસના કર્મચારીઓના કહેવાથી કોઇ પણ જગ્યાએ આ વાન પહોચી જશે અને પોલીસ અને આરટીઓના કર્મચારીઓની હાજરીમાં રોડ ઉપરથી પસાર થતી કારનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં ઠેરઠેર વાહનોમાં પીયુસી ચેકિંગ કરાવવા માટેની સુવિધા છે પંરતુ મોટાભાગનાં વાહન ચાલક પીયુસીનુું  સર્ટિફિકેટ નથી લેતા. જેના માટે આરટીઓ દ્વારા પર્યાવરણને કંટ્રોલમાં લાવવા માટે  ડીઝલની ગાડીઓને રોકીને તેમનું સરપ્રાઇઝ ચેકિંગ કરીને તેમના પીયુસીનું સર્ટિફિકેટ આપવા માટેની નવી સુવિધા ઊભી કરવામાં આવી છે.

ગઇ કાલે અમદાવાદ અને અમદાવાદ જિલ્લામાં મોબાઇલ વાન દ્વારા ડીઝલ ગાડીઓમાં પીયુસીનું ચેકિંગ કરવામાં આવશે આ માટે મોબાઇલ વાનમાં કમ્પ્યૂટર, પ્રિન્ટર, વેબકેમ, ઇન્વર્ટર સાથે મોબાઇલ પીયુસીવાનની શરૂઆત કરી છે. જેમાં આરટીઓ તથા પોલીસ કોઇપણ જગ્યાએ બોલાવે ત્યાં આ વાન પહોંચી ચેકિંગ કરશે.

આ વાનની ખાસીયત એછેકે તાત્કાલીક સ્થળ ઉપર જ વાહનનો પાસ કે ફેલ છે તેનો રિપોર્ટ આપવામાં આવશે ત્યારે અને તે જ દિવસે પોલીસ વિભાગ તથા આરટીઓને તેનો રિપોર્ટ આપવામાં આવશે આ રિપોર્ટના આધારે જે તે વાહન ચાલક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ મુદ્દે આરટીઓ ઇન્સ્પેક્ટર જે.બી.રાવે જણાવ્યું છે કે મોબાઇલ વાનની શરૂઆત કરી છે જેમાં અમદાવાદ અને અમદાવાદ જિલ્લાની કોઇ પણ જગ્યાએ પોલીસ અને આરટીઓના કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવે ત્યારે વાહનની પીયુસી ચેક કરવા ગણતરીની મિનિટોમાં પહોંચી જવાનું રહેશે.

You might also like