ડીજી બેઠક બાદ પાકે. દગાબાજી કરીઃ ફાયરિંગમાં BSFના અધિકારી શહીદ

શ્રીનગર: શુક્રવારે ભારત અને પાકિસ્તાનના ડીજી વચ્ચે થયેલી વાતચીતના માત્ર બે દિવસ બાદ જ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બીએસએફના એક અધિકારી શહીદ થઇ ગયા છે.

અહેવાલો અનુસાર પાકિસ્તાન રેન્જરે ફાયરિંગ દરમિયાન હેવી વેપન્સ સાથે મોર્ટારનો પણ ઉપયોગ કર્યો હતો. બીએસએફએ પણ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. ફાયરિંગની આ ઘટના જમ્મુ કાશ્મીરના રાજોરી સેકટરમાં બની હતી.

રવિવારે મોડી સાંજે પાકિસ્તાની દળોએ ફાયરિંગ સાથે ૮ર એમએમના બે મોર્ટાર ઝીંકયા હતા. જેમાં એક અગ્રીમ હરોળની ભારતીય ચોકી પાસે વિસ્ફોટ થતાં બીએસએફના એક અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાછળથી રાજસ્થાનના સિકર જિલ્લાના વતની એએસઆઇ સોહનલાલનું મૃત્યુ થયું હતું. પાકિસ્તાન તરફથી સાંબા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારમાં ગોળીબાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને જુલાઇથી અત્યાર સુધી ૧૯ર વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. દરમિયાન પાકિસ્તાન અને ચીન સરહદ પર તંગદિલી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ આવતીકાલથી બંને દેશો સાથે સંકળાયેલી બોર્ડર પોસ્ટનો પ્રવાસ કરનાર છે. 

You might also like