ડીઅેમકેના નેતા સ્ટાલિને સેલ્ફી લેતા રિક્ષાચાલકને માર માર્યાે

ઉદ્યગમંડલમ્ઃ ડીઅેમકેના નેતા અને અેમ. કરુણાનિધિના પુત્ર અેમ.કે. સ્ટાલિને ફરી અેકવાર દાદાગીરી કરી તેની સાથે સેલ્ફી લઈ રહેલા અેક રિક્ષા ચાલકને થપ્પડ લગાવી દીધી હતી. જાેકે આ ઘટનાનાે વીડિયાે સાેશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયાે છે. સ્ટાલિન કોઇમ્બતુર પાસે ઉદ્યગમંડલમ્ ગયા હતા. જ્યાં તેઆે જનતાને સાંભળવા આવ્યા હતા. જાેકે ડીઅેમકેના કાર્યક્રરાેનું કહેવું છે કે સ્ટાલિનની આસપાસ ભારે ભીડ જમા થઈ ગઈ હતી. તેઆે ખુદ પાેતાને બચાવવા પ્રયાસ કરી રહ્યા હતા. અને અચાનક રિક્ષા ડ્રાઈવરને તેમનાે હાથ વાગી ગયાે હતાે.  આ અંગે પાર્ટીના કાર્યક્રરાેઅે જણાવ્યું કે જ્યારે સ્ટાલિને તેને હટાવવા પ્રયાસ કર્યાે હતાે ત્યારે તેનું સંતુલન બગડી ગયું હતુ. આ અગાઉ પણ સ્ટાલિન પર તેના સહયાત્રીને થપ્પડ મારવાનાે આરાેપ લગાવવામાં આવ્યાે હતાે. જેમાં સ્ટાલિને ગત બીજી જુલાઈઅે મેટ્રાે ટ્રેનમાં તેની સાથે રહેલા યાત્રિકને થપ્પડ મારી હતી. 
You might also like