ડિપ્રેશનમાં ડૂબેલા લોકોને રાહત આપે તેવી ખાસ એપ

લંડનઃ બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે તાજેતરમાં ડિપ્રેશનમાં ડૂબેલા લોકોની મદદ માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. જે લોકો કાઉન્સેલર સાથે વાતચીત કરવા તૈયાર ન હોય એવા દરદીઓને જનરલ પ્રેક્ટિશનર્સ અા એપ્લિકેશનનું પ્રિસ્ક્રિપ્શન અાપે છે. અા એપ વાપરનારાઓને એન્ગ્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ જેવી સ્થિતિમાં ખૂબ જ મદદરૂપ નીવડશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અાંકડા મુજબ વિશ્વમાં ૩૫ કરોડ લોકો ગંભીર ડિપ્રેશનથી પીડાય છે. ડિપ્રેશનને કારણે એકલવાયા રહેતા લોકો પણ મોબાઈલનો ઉપયોગ ખૂબ જ વધારે કરતા હોય છે. એવા સમયે જો એપ્લિકેશન દ્વારા તેમને કાઉન્સેલિંગ મળતું હોય અને મનની વાત વ્યક્ત કરીને સાચું માર્ગદર્શન મેળવી શકાતું હોય તો ડોક્ટરો અને કાઉન્સેલરોને એનાથી સરળતા થઈ શકે છે.

You might also like