ડિજિટલ અમરત્વ પ્રાપ્ત કરવું છે?

ક્યારેય મૃત્ય ન પામવાની અને અમરત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા કોને ન હોય? પરંતુ અત્યારના તબક્કે તો ઈશ્વર સિવાય અા સવલત કોઈની પાસે નથી. જોકે તમારે ડિજિટલી અમર થવું હોય તો એક સર્વિસ શરૂ થઈ છે.

Eter9 નામની અા સર્વિસમાં સામેલ થયા પછી એ અાપણી સોશિયલ એક્ટિવિટી પર નજર રાખવાનું શરૂ કરી દે છે. અાપણે ફેસબુક જેવા સોશિયલ પ્લેટફોર્મ પર શું લખીએ છીએ, કેવી કમેન્ટ્સ કરીએ છીએ, કેવા જવાબો અાપીએ છીએ, કેવા ફોટોગ્રાફ શેર કરીએ છીએ વગેરે બધું જ બારીકાઈથી અવલોકે છે.

એ પછી ન કરે નારાયણ અને અાપણે વૈકુંઠધામ પહોંચી જઈએ અથવા તો લાંબા સમય સુધી ઓફલાઈન રહીએ, એટલે અા સર્વિસ રહેલું અાર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અાપણે એક વર્ચ્યુઅલ કાઉન્ટરપાર્ટ સર્જે છે, જે અાપણા બદલે પોસ્ટ મૂકે છે અને વિવિધ કમેન્ટ્સના જવાબ પણ અાપે છે. 

You might also like