‘ડર’ ખતમ થઈ ગયા બાદ પાક. ઝિમ્બાબ્વેમાં વન ડે શ્રેણી રમશે

728_90

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ત્રણ વન ડે અને બે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ માટે ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આ વન ડે શ્રેણી ૩૦ સપ્ટેમ્બર બાદ જ રમાશે. આઇસીસીએ ૨૦૧૬ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરનારી આઇસીસી રેન્કિંગની ટોચની આઠ ટીમ માટે આ સમયમર્યાદા નક્કી કરી છે. પાકિસ્તાને ગત સપ્તાહે ઝિમ્બાબ્વે ક્રિકેટ યુનિયન સાથે સંમતિ સાધીને ઝિમ્બાબ્વેમાં રમાનારી ત્રિકોણીય શ્રેણી રદ કરી દીધી હતી, જેનું આયોજન ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં થવાનું હતું. ટૂર્નામેન્ટની ત્રીજી ટીમ વેસ્ટ ઇન્ડીઝની હતી.

પાકિસ્તાને તાજેતરમાં વન ડે શ્રેણીમાં શ્રીલંકાને હરાવીને આઇસીસી રેન્કિંગમાં આઠમું સ્થાન હાંસલ કરી લીધું છે, ત્યાર બાદ ઝિમ્બાબ્વેનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ હવે નવમા સ્થાને ધકેલાઈ ગયું છે. 

પીસીબીના એક સૂત્રએ કહ્યું, ”અમે ઝિમ્બાબ્વે બોર્ડને તેમને ત્યાં શ્રેણી રમવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને અમે એવું કરીશું પણ ખરા, પરંતુ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ પછી.” વેસ્ટ ઇન્ડીઝ ટીમને હાલના કાર્યક્રમ અનુસાર ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કોઈ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમવાની નથી.

પાકિસ્તાનને ડર હતો કે જો ઝિમ્બાબ્વેમાં શ્રેણી યોજાય અને તેમની ટીમ કંગાળ પ્રદર્શન કરે તો રેન્કિંગમાં પાકિસ્તાની ટીમ નીચે ધકેલાઈ જાય અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ ટોચની આઠ ટીમમાં પ્રવેશ કરી લે. જો આમ બને તો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ શકે નહીં. શ્રીલંકા સામેના શ્રેણી વિજયને કારણે પાકિસ્તાન હાલ આઠમા નંબર પર પહોંચી ગયું છે. હવે ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડીને તે કોઈ જોખમ લેવા માગતું નથી. પાકિસ્તાનનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રવેશવાનો ડર ખતમ થઈ ગયો છે, તેથી તે ૩૦ સપ્ટેમ્બર પછી િઝમ્બાબ્વેમાં શ્રેણી રમવા રાજી થયું છે.

You might also like
728_90