ટ્વીટરની નવ વર્ષની સફરમાં ૨૮.૪૦ કરોડ યુઝર્સ નોંધાયા

ન્યૂયોર્ક : તાજેતરમાં  નવ વર્ષ પૂરાં કરનાર માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના અત્યારે કુલ ૨૮.૪૦ યુઝર્સ છે. ટેકનોલોજીની દુનિયામાં આટલો લાંબો સમય ટકી રહેવું એ ચમત્કાર છે. ટ્વિટર આજે નાના ગ્રૂપ વચ્ચે સંદેશાની આપ લે અને એકબીજા સાથે સંદેશા અને મંતવ્યો શેર કરવાનું મુખ્ય માધ્યમ બની ગયું છે.

પ્રથમ ટ્વિટન્યૂયોર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થી જેક ડોરસેએ પોતાના મિત્ર ઈવાન વિલિયમ્સ, બ્રિજ સ્ટોન અને નોવા ગ્લાસ સાથે મળીને ટ્વિટરની શરૂઆત કરી હતી. ૨૧ માર્ચ ૨૦૦૬ના રોજ ડોરસેએ પ્રથમ ટ્વિટ ‘જસ્ટ સેટિંગ અપ માય ટ્વિટર’ કર્યું હતું.

નામાભિધાન

શરૂઆતમાં ટ્વિટરનો સ્પેલિંગ ટીડબ્લૂટીટીઆર હતો. ત્યાર બાદ તેનું નામ બદલવા માટે છ મહિના ચર્ચા વિચારણા ચાલી હતી અને અંતે તેનું નામ અને સ્પેલિંગ ટીડબ્લૂઆઈટીટીઈઆર રાખવામાં આવ્યો હતો. ટ્વિટરનો અર્થ થાય છે પક્ષીઓનો કલરવ. માટે જ ટ્વિટરના લોગોમાં ચકલી દેખાય છે.

હેશટેગ

એક જ મુદ્દે સામૂહિક રીતે વિચાર પોસ્ટ કરવાના હેતુથી સૌથી પહેલા ૨૦૦૭માં ક્રિસ મેસીનાએ હેશટેગની શરૂઆત કરી હતી. આજે હેશટેગ ટ્રેન્ડ બની ગયો છે.

વધતો જતો વ્યાપ

૧૪૦ શબ્દોમાં પોતાની વાત દુનિયાના ખૂણે ખૂણે સુધી પહોંચાડનાર ટ્વિટર આજે સમાચાર, સેવા અને પ્રોડક્ટના પ્રચાર પ્રસારનું મુખ્ય નેટવર્ક છે. તે સમાચારો પણ બ્રેક કરે છે. નાસાએ માર્સ લેન્ડર દ્વારા મંગળ પર બરફ શોધ્યાના સમાચારો ૨૦૦૮માં આ મંચ પર જ જાહેર કર્યા હતા.

જંગી આવક

વોલ સ્ટ્રીટ જર્નલના અનુમાન મુજબ આ કંપની ૧૦ અબજ અમેરિકન ડોલરની છે. એડવર્ટાઝમેન્ટ કન્સ્લટન્ટ કંપની ઈ માર્કેટરના જણાવ્યા અનુસાર આ વર્ષે દુનિયાભરનાં વિજ્ઞાપનો દ્વારા ટ્વિટર ૫૮.૨૮ કરોડ અમેરિકન ડોલરની આવક કરશે. આગામી વર્ષે ટ્વિટરનો બિઝનેસ ૧૦૦ કરોડ અમેરિકન ડોલર આંબી જશે. એવો અંદાજ છે.

You might also like