ટ્વિટર પર કોહલીના ફોલોઅર્સની સંખ્યા ૮૦ લાખ કરતાં વધારે

નવી દિલ્હીઃ ભારતની ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીઅે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર પોતાના ચાહકોની સંખ્યા વધવા પર અાભાર વ્યક્ત કર્યો છે. ટ્વીટર પર વિરાટ કોહલીના ફોલોઅર્સની સંખ્યા ૮૦ લાખને વટાવી ગઈ છે. કોહલીઅે તાજેતરમાં પોતાની કેપ્ટનશિપમાં શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ સિરીઝમાં વિરાટ વિજય પ્રાપ્ત કરતા તેના ચાહકોની સંખ્યા જબરજસ્ત વધી ગઈ છે. વિરાટ કોહલીઅે શ્રીલંકાને ૨-૧થી હાર અાપી હતી. અામ ટ્વિટર પર હવે ફોલોઅર્સની સંખ્યાની બાબતમાં વિરાટ કોહલી સચીન અને ધોનીથી પણ અાગળ નીકળી ગયો છે.

માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના ટ્વિટર પર ૭૭ લાખ અને મહેન્દ્રસિંહ ધોનીના ૪૫ લાખ ફોલોઅર્સ છે. અા અાંકડાને વટાવીને વિરાટ કોહલીના ફોલોઅર્સની સંખ્યા ૮૦ લાખને વટાવી ગઈ છે.  ટ્વિટર પર પોતાના ફોલોઅર્સની સંખ્યા ૮૦ લાખ પાર કરવા પર વિરાટ કોહલીઅે પોતાના ચાહકોનો ખૂબ અાભાર માન્યો છે. 

કોહલીઅે અા અંગે ટ્વિટર કરતા જણાવ્યું છે કે ‘૮૦ લાખ ફોલોઅર્સ હું ચોક્કસપણે અભિભૂત થયો છું. અાટલો બધો પ્રેમ અાપવા બદલ હું મારા ચાહકોનો અાભાર માનું છું.’ તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં અભૂતપૂર્વ વિરાટ વિજય હાંસલ કરવા બદલ વિરાટ કોહલી અાજે લોકપ્રિયતાની બાબતમાં ધોની અને સચીનથી પણ મોખરે છે. ક્રિકેટ ચાહકો ચોમેરથી વિરાટ કોહલીની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે. ક્રિકેટ ચાહકોઅે વિરાટ પ્રત્યે પોતાની લાગણી ટ્વીટર દ્વારા અભિવ્યક્ત કરી છે.

You might also like