ટ્રેનોમાં પ્રવાસીઓને ગરમાગરમ કડક ‘રેલ ચાય’ ઉપલબ્ધ બનશે

મુરાદાબાદ: ભારતીય રેલવે હવે માત્ર ‘રેલ નીર’ જ નહીં, પરંતુ રેલવે પ્રવાસીઓને ‘રેલ ચાય’ પણ ઉપલબ્ધ કરાવશે. ગરમ પાણીમાં દૂધ, ખાંડ અને ચાની પત્તી નાખવાથી કડક ચા પ્રવાસીઓ માટે તૈયાર થઇ જશે. ‘રેલ ચાય’ નિર્ધારિત દરે પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રેલવે મંત્રાલયે ખાણીપીણી વ્યવસ્થામાં સુધારો લાવવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઇન બુકિંગ કરવાથી બ્રાન્ડેડ ભોજન હવે ટ્રેનોમાં ઉપલબ્ધ છે. શુદ્ધ પાણી માટે રેલ નીર પણ ઉપલબ્ધ છે, પરંતુ ટ્રેનમાં મળતી ચાથી પ્રવાસીઓ ખુશ નથી. દરેક પ્રવાસીને ચા પીવાની ઇચ્છા હોય છે અને તેથી તેને ધ્યાનમાં રાખીને હવે રેલવે રેલ નીરની પેટર્ન પર ‘રેલ ચાય’ યાત્રીઓને ઉપલબ્ધ કરાવશે. આ માટે રેલવે ખાંડ અને દૂધ પાઉડરનું એક નાનું પેકેટ તૈયાર કરશે. 

You might also like