ટ્રાન્સપોર્ટરોની હડતાળ ચોથા દિવસેય જારી : ગૂંચ અકબંધ

અમદાવાદ  : ટ્રાન્સપોર્ટરોની આજે ચોથા દિવસે પણ યથાવતરીતે જારી રહી હતી જેથી દેશના જુદા જુદા ભાગોમાં ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. આવતીકાલથી શાકભાજી અને અન્ય જીવન જરૃરી ચીજવસ્તુઓના પુરવઠાને ખોરવી નાંખવાની વાત પણ ટ્રકર્સ દ્વારા કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા હડતાળની હાકલ કરવામાં આવી છે. વર્તમાન ટોલ કલેક્શન વ્યવસ્થાને નાબૂદ કરવાની માંગણીને લઇને આ હડતાળ પાડવામાં આવી છે.

ટ્રક ચાલકોનું કહેવું છે કે, આના કારણે ટ્રક ચાલકોને ઘણી મુશ્કેલી થઇ રહી છે. ટોલ વ્યવસ્થાને નાબૂદ કરવાની માંગ થઇ રહી છે. ઉપરાંત વન ટાઈમ ટેક્સ પેમેન્ટની પણ માંગ કરવામાં આવી છે. ટીડીએસની પ્રક્રિયાને વધુ સરળ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રમુખ ભીમ વાધવાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે, અમે અમારી હડતાળને જારી રાખીશું. સરકાર પ્રેક્ટિકલ ઉકેલ શોધી કાઢે તે જરૃરી છે.

અમે ટોલ ચુકવવાની વિરૂદ્ધ નથી પરંતુ વાર્ષિક આધાર પર તેની ચુકવણી કરવામાં આવે તેમ અમે ઇચ્છીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરમિયાનગીરીની પણ માંગ કરવામાં આવી છે. વાધવાનું કહેવું છે કે, આવતીકાલે ઉકેલ શોધી કાઢવાના હેતુસરત માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતીન ગડગરી સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવનાર છે. ગડકરીએ પહેલાથી જ કહ્યું છે કે, સરકાર ટોલને નાબૂદ કરી શકે નહીં. કારણ કે, આશરે ૩૨૫ ટોલ બૂથ પૈકીના અડધા ખાનગી પાર્ટીઓના જે સરકાર પાસેથી જંગી ક્લેઇમની માંગ કરે છે.

ટ્રકર્સના પ્રતિનિધિઓ અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ સેક્રેટરી વિજય છિબર વચ્ચે વાતચીત ગઇકાલે યોજાઈ હતી પરંતુ આ વાતચીત ફ્લોપ રહી હતી. જીવન જરૃરી ચીવસ્તુઓને માઠી અસર થઇ છે. દૂધ, શાકભાજી અને દવાઓ જેવા જરૃરી ચીજવસ્તુઓના પુરવઠાને અસર થઇ છે અને આ ચીજવસ્તુઓ હવે ખુટી રહી છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનું કહેવું છે કે, ચાર દિવસમાં ટ્રકર્સના કારણે ૬૦૦૦ કરોડનું નુકસાન થયું છે.

જ્યારે સરકારને ૪૦ હજાર કરોડનું નુકસાન થઇ ચુક્યું છે. હડતાળ હજુ ખેંચાઈ તેવા સંકેત દેખાઈ રહ્યા છે. એઆઈએમટીએ દાવો કર્યો છે કે, દેશભરમાં ૮૭ લાખ ટ્રક અને ૨૦ લાખથી વધુ ટેમ્પો અને બસના લોકો પણ હડતાળ પર છે. તમિળનાડુ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, બિહારમાં સેવાને માઠી અસર થઇ છે.

You might also like