ટોલ ટેક્સ નાબુદ કરવો ક્યારે પણ શક્ય નહી : ગડકરી

નવી દિલ્હી : છેલ્લા ઘણા લાંબા સમયથી દેશમાંથી ટોલટેક્સ નાબુદ કરવા મુદ્દે આંદોલનો ચાલી રહ્યો છે. જો કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતીન ગડકરીએ ટોલટેક્સ મુદ્દે રોકડુ પરખાવ્યું છે. ગડકરીનું કહેવું છે કે ભવિષ્યમાં ક્યારે પણ ટોલ ટેક્સ નાબુદ થઇ શકશે નહી. એક કાર્યક્રમમાં પુછાયેલા સવાલનાં જવાબમાં ગડકરીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે ટોલટેક્સને વધારી કે ઘટાડી શકાય છે, પરંતુ તેને ઓછો કરવો શક્ય નથી. 

પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે સરકાર પાસે રસ્તા બનાવવા માટે પૈસા નથી. ટોલટેક્સ દ્વારા જ માર્ગ બનાવવા માટેનાં નાણા મળે છે. તેમણે કહ્યું કે જો કોઇ વ્યક્તિને સારો રોડ જોઇતો હોય તો તેનું ભાડુ તો આપવું જ પડશે. જો રસ્તાનાં નિર્માણ માટે વિદેશમાંથી લોન લઇએ તો તેનું વ્યાજ ચુકવવું પડે. 

ગડકરીએ રસ્તાનાં નિર્માણ અંગે કહ્યું કે અમે જ્યારે સત્તામાં આવ્યા હતા ત્યારે રોજ 2 કિલોમીટર રસ્તો બનતો હતો, પરંતુ હવે અમે સત્તામાં આવીને 12 કિલોમીટર રસ્તો બનાવી રહ્યા છીએ. ભવિષ્યમાં 25-30 કિલોમીટર પ્રતિ દિવસનાં ઝડપે રસ્તો બનાવવાનો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે દિલ્હીથી કટરા પર હાઇવે બનશે. હવે પૈસા અને જમીન અધિગ્રહણની કોઇ સમસ્યા નથી. તેમણે કહ્યું કે દેશનો પ્રથમ એક્સપ્રેસ હાઇવે બનાવવાનું મને સૌભાગ્ય મળ્યું છે. 

You might also like