ટોચની ટીમ દ.આફ્રિકા સામે અમે પાછા નહીં પડીએઃ શાસ્ત્રી

728_90
બેંગલુરુઃ ભારતીય ટીમના વડા રવિ શાસ્ત્રીએ આજે કહ્યું કે કેટલાક દિગ્ગજ ખેલાડીઓના સંન્યાસ લેવા છતાં દક્ષિણ આફ્રિકાની ટીમ આજે પણ મજબૂત છે. પરંતુ તેની ટીમ બીજી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી સિરીઝમાં આક્રમક ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. સંન્યાસ લઇ ચૂકેલ જેક કાલિસ જેવા ખેલાડીઓ વિના આવી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ વિશે પૂછતાં શાસ્ત્રીએ કહ્યું, આ મારા કરતાં સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે જેવા ખેલાડીઓ વિનાની ભારતીય ટીમના અંગે પૂછવા જેવી વાત છે. ખેલાડી આવે છે અને જાય છે પરંતુ આપણે તેની રમતનું સન્માન કરવું પડે કેમ કે દક્ષિણ આફ્રિકા દુનિયાની નંબર વન ટીમ છે.
 
ભારતની ટીમની શિબિર દરમિયાન શાસ્ત્રીએ અહીંયા નેશનલ ક્રિકેટ એકેડમીમાં સંવાદદાતાઓને કહ્યું, દક્ષિણ આફ્રિકા મજબૂત પ્રતિદ્વંદ્વી છે. તે વિદેશોની પરિસ્થિતિમાં વિશ્વ ક્રિકેટની કોઇપણ ટીમ કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તે વિદેશોનો પ્રવાસ કરનારી કોઇ પણ અન્ય ટીમ કરતાં શ્રેષ્ઠ છે. અને રેકોર્ડ તેની સાક્ષી પૂરે છે. એટલે અમને ખબર છે કે અમારે કઇ ચીજનો સામનો કરવો પડશે. તેમના માટે સન્માન છે પરંતુ અમે પાછા પગલાં નહીં ભરીએ. દક્ષિણ આફ્રિકાની ટીમ બે મહિના કરતાં વધારે લાંબા પ્રવાસમાં આવી રહી છે. જેની શરૂઆત મર્યાદિત ઓવરોની સિરીઝથી થશે. બંને ટીમો વચ્ચે શ્રેણીની શરૂઆત બીજી ઓક્ટોબરના ધર્મશાલા ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ સાથે થશે.ધોની વર્લ્ડ ક્રિકેટના મહત્તમ ખેલાડીઓમાંથી એક છેઃ શાસ્ત્રી
ટીમ ઇન્ડિયાના કોચની જવાબદારી સંભાળતા રવિ શાસ્ત્રીએ આજે કહ્યું કે ધોની માટે કોઇ સમસ્યા નથી તે એક અનુભવી ખેલાડી છે અને ધોનીએ તેજ કામ કરવાનું છે. જે વર્ષોથી કરતો આવ્યો છે. તેમાં કંઇ પણ નવું નથી. બધુ બરાબર થઇ જશે. બંને ટીમ વચ્ચે કોઇ અંતર નથી, તેના માર્ગદર્શન વિશ્વકપ રમ્યા હતાં.  ગઇ વખતે વનડેમાં પણ બાંગ્લાદેશ સામે ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા રમી હતી. ટીમ એક ચેમ્પિયનની આગેવાનીમાં રમી રહી છે. ત્યારે ફેન્સને શું જોઇએ.જ્યારે ધોની બેટિંગ ક્રમમાં ઉપલા ક્રમે આવશે એવું પૂછવામાં આવ્યું ત્યારે શાસ્ત્રીએ કહ્યું કે કપ્તાન પોતે આ અંગે નિર્ણય કરશે. તેમણે કહ્યું કે આ તેમના માટે રમતની મજા ઉઠાવવાનો સમય છે. ધોની વિશે ચિંતા કરશો નહીં. તે પોતે નિર્ણય કરશે કે તેને ઉપલા ક્રમમાં બેટિંગ કરવી છે કે નહીં. શાસ્ત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે વિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાં પાંચ બોલરે સાથે રમવાનો નિર્ણય રણનીતિ ન હતો. તે ટીમ સંયોજનની સ્થિતિ અને વિરોધી પર નિર્ભય રહે છે. તમારે પરિસ્થિતિનું સન્માન કરવું પડશે. ક્રિકેટમાં તેને એવું નહીં કહી શકો કે હું આ ટીમ સાથે ઊતરીશ. જો પરિસ્થિતિ સંપૂર્ણપણે જુદી હોય તો તમારે નુકસાન ભોગવવું પડી શકે છે. આ પૂર્વ ભારતીય કપ્તાને કહ્યું કે, તમારે છ બેટ્સમેનોની જરૂર પડે છે અને ચાર મુખ્ય બોલર તથા એક ઓલરાઉન્ડર જરૂરી હોય જે તમારા કામને પૂર્ણ કરવા સક્ષમ હોય. જેનાથી મુખ્ય બોલરોને આરામ મળી શકે.રવિ શાસ્ત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાનની સાૈથી સફળ સિરીઝ ઓસ્ટ્રેલિયા અંગે કહ્યું, આ પ્રવાસથી ખેલાડીઓને સબક શીખવા મળ્યો જેણે ભારતની યુવા ટીમને ક્રિકેટને લઇ ઝનૂની અને પ્રદર્શનમાં સતત મજબૂતી આપનારી બનાવી. માા માટે સાૈથી મહત્વપૂર્ણ પ્રવાસ ઓસ્ટ્રેલિયાનો હતો. અમે ૨-૦થી હાર્યા હતાં છતાં અમે આવું કરીએ છીએ. ત્યારબાદ વિશ્વકપમાં પણ મોટો સબક શીખવા મળ્યો.કપ્તાન ધોનીએ બેટિંગ-કીપિંગના બદલે બોલિંગ કરીદક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી ૭૨ દિવસના લાંબા પ્રવાસની તૈયારીઓમાં બેંગુલુરુમાં ચાલતી પ્રેક્ટિસ દરમિયાન ભારતના તમામ ખેલાડીઓએ બોલિંગ અને બેટિંગની અભ્યાસ કરી રહી છે. આ દરમિયાન આજે ભારતીય ટીમના એક એવા ખેલાડીએ બોલિંગનો પ્રેક્ટિસ કરી હતી કે જે ક્યારેય બોલિંગ કરતો નથી. વનડે અને ટી-૨૦ના કપ્તાન એમ.એસ. ધોનીએ જોરદાર બોલિંગ પ્રેક્ટિસ કરી હતી. ધોનીની બોલિંગ પ્રેક્ટિસનો વિડિયો બીસીસીઆઇ પોતાના સ્પેશિયલ મિડિયા પેજ પર શેર કરતા લખ્યું કે, જુઓ કોણ બોલિંગ કરી રહ્યું છે. કપ્તાન એમ.એસ ધોનીએ ભારતના બોલરો સાથે પ્રેક્ટિસ કરી હતી. મજાની વાત એ છે કે શું રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાની જેમ કપ્તાન ધોની પોતાને દક્ષિણ આફ્રિકા સામે તેમની રણનીતિનો ભાગ બનશે. જો કે તે સ્પેશિયલ બોલર તો નથી.
 
You might also like
728_90