ટેટલીના માસ્ટર ટી ટેસ્ટરની જીભનો ૧૦ કરોડનો વીમો

મુંબઈઃ ટાટા ગ્લોબલ બેવરેજીસની સૌથી મોટી બ્રાન્ડ ટેટલી હવે કહી શકે છે કે કમસે કમ એક બાબતમાં તો તેની પાસે જેનિફર લોપેઝ, જુલિયા રોબર્ટ્સ, ડેવિડ બેકહામ અને ડે‌િનયલ ક્રેગ જેવી વ્યક્તિ છે. અા સેલિબ્રિટીના શરીરનાં વિવિધ અંગો માટે ભારે ભરખમ ઇન્સ્યોરન્સ કવર લેવાયું છે. હવે ટીજીબીએલના સેબેસ્ટીયન માઈકેલિસની ટેસ્ટ બડ્સ અેટલે કે જીભની સ્વાદ કોષિકાઅોનો ૧૦ લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૧૦ કરોડ રૂપિયાનો વીમો લેવાયો છે. 

માઈકેલિસ ટેટલી માટે ચાનો સ્વાદ ટેસ્ટ કરે છે. માઈકેલિસ કહે છે કે અમે બહુ સ્ટ્રોંગ ચા બનાવીઅે છીઅે, જેથી તેના સ્વાદની અમને પૂરેપૂરી જાણ થાય. ટેટલીના માસ્ટર ટી ટેસ્ટર માઈકેલિસની ઉંમર ૩૨ વર્ષ છે. તેઅો સસેક્સ યુનિવર્સિટીની ગ્રેજ્યુઅેટ છે. દિવસભર તેઅો સેંકડો પ્રકારની ચા ટેસ્ટ કરતા રહે છે. 

બ્રિટનમાં ૨૦૦૫થી તેઅો ટેટની સાથે છે અને તેના માટે ૫ લાખ કપ ચા ટેસ્ટ કરી ચૂક્યા છે. ટીજીબીએલના પ્રવક્તાઅે કહ્યું કે તેના બ્લેન્ડર્સની પાસેથી ૯૦૦ વર્ષથી વધુનો ટી ટેસ્ટીંગ એક્સપપિરિન્સ છે અને તેઅો દરેક અઠવાડિયે ૪૦ હજાર કપ ચા ટેસ્ટ કરે છે. 

તેમણે કહ્યું કે અમારા બ્લેન્ડર્સની ટેસ્ટ બડ્સ અેટલી શાનદાર છે કે દુનિયાના કોઈ પણ ગાર્ડનની ચાની વેરાઇટી અોળખી જાય છે. પ્રવક્તાઅે કહ્યું કે શ્રેષ્ઠ બ્લેન્ડ તૈયાર કરવા માટે અમારા બિઝનેસમાં તેમની ટેસ્ટ બડ્સ ખૂબ જ મહત્વની હોય છે અને તેથી જ ટીજીબીએલના માઈકેલિસની જીભનો ૧૦ લાખ પાઉન્ડનો વીમો કરાવાયો છે.

માઈકેલિસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારી ટેસ્ટ બડ્સના ઇન્સ્યોરન્સથી જાણ થાય છે કે કંપનીઅે મારી ટ્રેનીંગમાં કેટલા પૈસા અને સમય લગાવ્યો છે અને તેઅો શ્રેષ્ઠ ક્વોલિટીને કેટલું મહત્ત્વ અાપે છે. માઈકેલિસ કહે છે કે વ્હીસ્કી કે શેમ્પેનની જેમ ટી ટેસ્ટ પણ એક અાર્ટ છે. સૌથી પહેલાં પત્તાંના કલર, સાઈઝ અને ડે‌િન્સટીની તપાસ કરું છું. ત્યારબાદ બનેલી ચાના રંગ, મોંમાં તેના વજન અને જીભ પર તેના સ્વાદની તરંગનો અંદાજ લગાવું છું. 

ઇન્ડિયામાં અલગ અલગ વિસ્તારમાં લોકોની ચા અંગેની પસંદગી પણ અલગ અલગ હોય છે. ક્યાંક લોકો સ્ટ્રોંગ ટી પસંદ કરે છે તો ક્યાંક માઈલ.

 

You might also like