ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ માટે ન્યૂનતમ GST રેટની માગ

મુંબઇઃ ટેક્સટાઇલ મિનિસ્ટ્રીએ નાણાં વિભાગને જીએસટીના ન્યૂનતમ રેટના સ્લેબ રાખવાની માગ કરી છે. કેન્દ્રના ટેક્સટાઇલ મિનિસ્ટર સંતોષકુમાર ગંગવારે જણાવ્યું છે કે ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ લાવવા માટે જીએસટી ખૂબ જરૂરી છે. અમે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે ટેક્સટાઇલ સેક્ટરને જીએસટીના ન્યૂનતમ દરોના સ્લેબમાં સામેલ કરવામાં આવે. એપરલ શોના ઉદ્ઘાટન પ્રસંગમાં જણાવ્યું કે વર્તમાન સમયમાં ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપોર્ટમાં ભારતનો હિસ્સો પાંચ ટકા છે. સરકાર તેને બમણો કરવાના પ્રયત્ન કરી રહી છે. હાલ ચાર હજાર કરોડ રૂપિયાનાં તૈયાર કપડાંની નિકાસ કરવામાં આવે છે. ટેક્સટાઇલ મિનિસ્ટર ગંગવારે કહ્યું કે ચીન દુનિયાનો સૌથી મોટો કોટન ઉત્પાદક દેશ છે, પરંતુ તેમ છતા ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની પાસે ગ્રોથની સંભાવના ઊજળી છે. તેમણે ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટે લેબર કાયદામાં ફેરફાર કરવા ઉપર ભાર મૂક્યો હતો.
You might also like