ટૂંક સમયમાં જ પીઅેમઆે માેબાઈલ અેપ લાેન્ચ થશે  

નવી દિલ્હીઃ વડા પ્રધાનના કાર્યાલયમાં અેક સ્પર્ધા દ્વારા માેબાઈલ અેપના નિર્માણમાં લાેકાેને સાંકળ્યા બાદ હવે ટૂંક સમયમાં જ આ માેબાઈલ અેપ લાેન્ચ કરવામાં આવશે. સૂત્રાેના જણાવ્યા અનુસાર આ માેબાઈલ અેપને ખુદ વડા પ્રધાન માેદી જ લાેન્ચ કરશે. આ અંગે મળતી માહિતી અનુસાર આ અેપ દ્વારા વડા પ્રધાનને મળેલી તમામ ભેટની આેનલાઈન બાેલી લગાવવામાં આવશે. આ ઉપરાંત વડા પ્રધાન કાર્યાલય સાથે સંકળાયેલી વિગતાે લાેકાે સુધી પહાેંચાડી શકાશે. આ અેપ દ્વારા લાેકાેને વડા પ્રધાનના કાર્યક્રમાેની પણ માહિતી મળી રહેશે.  ખાસ બાબત અે છે કે જે વિસ્તારમાં આ માેબાઈલ અેપને ડાઉનલાેડ કરવામાં આવશે ત્યાં વડા પ્રધાન માેદીના કાર્યક્રમાેની માહિતી અેસઅેમઅેસ દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની યાેજનાઆે સાથે સંકળાયેલા અપડેટ પણ લાેકાે સુધી પહાેંચતા રહેશે. લાેકાેને આ યાેજનાઆેનાે લાભ ઉઠાવવાના ઉપાયાે પણ જણાવવામાં આવશે. સાથાેસાથ રાષ્ટ્રીય આપદા સાથે સંકળાયેલી વિગતાે પણ લાેકાે સુધી પહાેંચાડવામાં આવશે.  ટિ્વટર સંવાદ કાર્યક્રમ નિષ્ફળ ગયા બાદ સરકારે આ અેપ દ્વારા લાેકાેને વડા પ્રધાન સાથે જાેડાયેલા રાખવાની કાેશિશ કરી છે. આ અેપમાં વડા પ્રધાન માેદીને પણ લાેકાેને માર્ગદર્શન આપવાનાે વિકલ્પ મળી રહેશે.
You might also like