ટી-૨૦ની હારથી નિરાશ છું પરંતુ વન-ડેમાં સારું પ્રદર્શન કરીશુંઃ શાસ્ત્રી

કોલકાતાઃ દક્ષિણ આફ્રિકાના હાથે ટી-૨૦ સિરીઝમાં મળેલી હારથી નિરાશ ટીમ વડા રવિ શાસ્ત્રીએ વન-ડે સિરીઝમાં મજબૂતીથી પરત ફરવાનો વાયદો કરતાં કહ્યું કે તાજેતરમાં મળેલી નિષ્ફળતાનો અનુભવ આગામી વર્ષે રમાનાર ટી-૨૦ વિશ્વકપમાં ટીમને કામ લાગશે. ત્રીજી ટી-૨૦ મેચ કાલે વરસાદના કારણે રમાઇ શકી નથી. શાસ્ત્રીએ મેચ કેન્સલ થયા પછી મિડિયાને કહ્યું. હું આ પ્રકારના તમામ પરિણામથી નિરાશ છું. અમે જીતવા માટે રમીએ છીએ, પરંતુ આનાથી મારી રાતોની ઊંઘ હરામ નથી થઇ. આનાથી મને ટી-૨૦ વિશ્વકપ પહેલા ઘણું બધું શીખવાનું મળશે.તેણે કહ્યું, પહેલી મેચ નજીવા અંતરથી પરંતુ બીજામાં અમે કમજોર સાબિત થયા હતા. હું કોઇ બહાનું બતાવવા નથી માગતો. એક એકમના રૂપમાં અમારે દ્વિપક્ષીય સિરીઝમાં બહુ ઓછી ટી-૨૦ ક્રિકેટ રમ્યા છીએ. વધુમાં જણાવ્યું કટકમાં અમે સારું રમી શકતા હતા પરંતુ રમ્યા નહીં ખેલાડી પણ તેનાથી નિરાશ થયા. અમે ઇચ્છતા હતા કે અહીંયા પૂરી મેચ એવી હોય પણ એવું થયું નહીં. શીખવા માટે ઘણું બધું હતું. આ સત્ર બહુ લાંબુ છે અને ટીમ માટે ઉપયોગી પણ છે. અમે ભલે સિરીઝ હારી ગયા પરંતુ આ અનુભવ ટી-૨૦ વિશ્વકપમાં કામ આવશે.દક્ષિણ આફ્રિકા સામે હારવાથી ફાયદો મળ્યોઃ કોહલી
વિરાટ કોહલીએ કહ્યું કે આગામી વર્ષે દેશમાં રમાનાર આઇસીસી વિશ્વ ટી-૨૦ ચેમ્પિયનશિપ પહેલા ભારતને દક્ષિણ આફ્રિકા દ્વારા પહેલી બે ટી-૨૦ મેચોમાં મળેલી હારનો આગળ જતાં ફાયદો મળશે. ભારતે પહેલી બંને મેચ ક્રમશઃ સાત અને છ વિકેટે ગુમાવી છે. જોકે કોહલીએ કહ્યું કે ઘરઆંગણે મેચ ગુમાવવી ખૂબ દુઃખની વાત હોય છે. કોહલીએ કહ્યું કે અમે ગયા વર્ષે વિશ્વકપ પછી બહુ વધારે ટી-૨૦ મેચ રમ્યા નથી. તેણે કહ્યું કે અમે આગામી વિશ્વ ટી-૨૦ પહેલા હજુ વધુ મેચ રમવાના છીએ. અમને આ મેચોમાંથી સબક મળ્યો છે.તેનાથી હકીકતમાં અમને ફાયદો મળશે.ટેસ્ટ કપ્તાન કોહલીએ કહ્યું કે તે પોતાના ફોર્મથી સંતુષ્ટ છે. તેણે કહ્યું કે હું કપ્તાની કરી રહ્યો છું કે નહીં તેનાથી મારી માનસિકતા બદલાતી નથી. હું અત્યારે બહુ સારો અનુભવ કરી રહ્યો છું. શ્રીલંકાના પ્રવાસથી જ હું સારી બેટિંગ કરી રહ્યો છું. મેં બેટિંગ કોચ સંજય બાંગડ સાથે ઘણી ચર્ચા કરી અને એમને લાગે છે કે મેં બહુ સારી રીતે બોલને હિટ કર્યા હતા.ભારત વન-ડે સિરીઝમાં મજબૂત રીતે પરત ફરશે, સામાન્ય ગણવું નહીંઃ ડુમિનીદક્ષિણ આફ્રિકાએ ભલે ટી-૨૦ સિરીઝ ખૂબ આસાનીથી જીતી લીધી હોય. પરંતુ તેમના સ્ટાર બેટસમેન જે પી ડુમિનીનું માનવું છે કે ભારત આગામી વન-ડે સિરીઝમાં મજબૂતીથી પરત ફરશે અને તેની ટીમ આને સામાન્ય ગણવાની ભૂલ ન કરે. મેન ઓફ ધ સિરીઝ રહેલ ડુમિનીએ કાલે કહ્યું, એક ટીમના રૂપમાં અમે અપે૭ા કરીએ છીએ કે તે બંને સિરીઝમાં સારું પ્રદર્શન કરશે.  અમને એવો કોઇ ભ્રમ નથી કે વન-ડે સિરીઝ સામાન્ય રહેશે. અમને ખબર છે કે ખૂબ મહેનત કરવી પડશે, અને સારું રમવું પડશે. વન-ડે સિરીઝની પહેલી મેચ કાનપુરમાં રમાશે અને ડુમિનીએ કહ્યું કે તેની ટીમ જોરદાર શરૂઆત કરવા ઉતરશે. અમને ખબર છે કે ટીમ ઇન્ડિયા વન-ડેમાં શ્રેષ્ઠ છે, પરંતુ સારી શરૂઆત ખૂબ જરૂરી છે. ધર્મશાલામાં પહેલી ટી-૨૦માં નોટઆઉટ ૬૮ રન બનાવી ટીમને ૨૦૦નો ટાર્ગેટ પાર કરાવનાર ડુમિનીએ કહ્યું, હું તેને મારી શ્રેષ્ઠ ઇનિંગોમાંની એક ગણાવું છું. મારું માનવું છે કે હું તેનાથી સારું પ્રદર્શન કરી શકું છું. માત્ર બેટથી નહીં બોલથી પણ. ડુમિનીએ કહ્યું, બીજી મેચમાં અમને ખબર હતી કે બોલિંગ સુધારવી પડશે. એલ્બીનું પ્રદર્શન અમારા માટે બહુ સારું રહ્યું. અમે દુનિયાના કોઇ પણ ખૂણામાં કેમ ના હોઇએ અને સામે ગમે તેવો પડકાર કેમ ન હોય, અમે તેનો સામનો સાથે મળીને કરીએ છીએ.
 
You might also like