ટીમ ઇન્ડિયાનો ટી-૨૦ અનુભવ

ટીમ ઇન્ડિયા આમ તો આખું વર્ષ ક્રિકેટ રમતી રહે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચનો તેનો અનુભવ બહુ ખાસ નથી રહ્યો. ભારતીય ટીમ ૨૦૧૫માં ફક્ત બે ટી-૨૦ મેચ રમી છે. આ બંને મેચ ભારતે ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ગત જૂનમાં રમી હતી. એ બે મેચમાંથી એકમાં ભારતને જીત મળી હતી, જ્યારે એકમાં પરાજય થયો હતો. એટલે કે આ વર્ષે ભારતીય ટી-૨૦ને ફક્ત બે ટી-૨૦ મેચ રમવાની તક મળી છે, જ્યારે ૨૦૦૭માં ભારત કુલ સાત ટી-૨૦ મેચ રમ્યું હતું. ભારતે ઘરેલુ જમીન પર પોતાની અંતિમ ટી-૨૦ મેચ મેચ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ૧૦ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ રમાયેલી એ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને માત આપી હતી. દક્ષિણ આફ્રિકાનો ટી-૨૦ અનુભવદક્ષિણ આફ્રિકાની ટીમની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં સાત ટી-૨૦ મેચ રમી ચૂકી છે, જેમાં દ. આફ્રિકાની ટીમે ચાર મેચમાં વિજય મેળવ્યો છે, જ્યારે ૨૦૧૪માં દ. આફ્રિકાની ટીમે ૧૦ ટી-૨૦ મેચમાં ભાગ લીધો હતો, જેમાં મોટા ભાગની મેચ વિદેશી ધરતી પર રમી હતી. ગત વર્ષે પણ દ. આફ્રિકાએ ચાર ટી-૨૦ મેચમાં વિજય હાંસલ કર્યો હતો.
You might also like